Breaking News :

મહારાષ્ટ્રમાં ફર્ટિલાઇઝર પ્લાન્ટમાં ગેસ લીક ​​થતાં 3નાં મોત, 9 ઘાયલ

જ્યાં સુધી પરિણામ ન આવે ત્યાં સુધી મતગણતરી કેન્દ્ર છોડશો નહીં , શરદ પવારની ઉમેદવારોને સલાહ

મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી ? જાણો મહાયુતિ અને મહાવિકાસ અઘાડીમાં કોણ-કોણ દાવેદારો

આરોપોને લઇને કેનેડા ફરીએકવાર શરમજનક સ્થિતિમાં મુકાયું, ટ્રુડોએ સ્વીકાર્યુ કોઇ પૂરાવા નથી

ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ સામે ધરપકડ વોરંટ જારી કર્યુ

મતગણતરી પહેલા ઉદ્ધવ ઠાકરેએ વીડિયો કોન્ફરન્સ કરી ઉમેદવારોને આપ્યા નિર્દેશ

છત્તીસગઢમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં 10 માઓવાદી ઠાર

સોમનાથ ટ્રસ્ટ દ્વારા સિવિલ હોસ્પિટલના દર્દીઓ અને તેમના સંબંધીઓ માટે નિઃશુલ્ક ટિફિન સેવા શરૂ કરવામાં આવી

સૌરાષ્ટ્ર,ઉત્તર ગુજરાતને રવી સિઝન માટે 30,504 MCFT વધારાનું નર્મદા સિંચાઈનું પાણી મળશે

શાહરૂખ ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપનાર વ્યક્તિએ અભિનેતાની હિલચાલને ઑનલાઇન ટ્રેક કરી

જાણી લો : ગિરનારમાં રોપવેના ભાડામાં વધારો કરાયો, જાણો હવે કેટલા રૂપિયા વધારે ખર્ચવા પડશે

Spread the love

Girnar Rope-way Fare Hike : દિવાળી વેકેશનમાં ઘણા લોકો ગિરનાર ફરવા જવાના છે ત્યારે રોપવેના ભાવમાં વધારો ઝીંકવામાં આવ્યો છે. ચાર વર્ષ બાદ રોપવેના ભાડામાં 99 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

Junagadh News : હાલ જાહેર જનતા પર ચારેતરફ મોંઘવારીનો માર પડી રહ્યો છે. ત્યારે આ વચ્ચે જૂનાગઢના ગિરનાર રોપવેના ભાવમાં 4 વર્ષ બાદ વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. જૂનાગઢના ગિરનાર રોપ-વેના ભાડામાં 10 ટકા જેટલો વધારો કરવામાં આવ્યો છે. આમ હવે રોપ-વેમાં પર્વત પર જવા-આવવા માટે 600 રૂપિયાને બદલે 699 રૂપિયા ચૂકવવા પડશે.

રોપવેના ભાડામાં 10 ટકાનો ભાવવધારો ઝીંકાયો
ગિરનાર રોપ-વેમાં ચાર વર્ષ બાદ ભાડામાં વધારો કરાયો છે. રોપવેના ભાડામાં 10 ટકાનો ભાવવધારો ઝીંકાતો પ્રવાસીઓના ખીસ્સા પર સીધી અસર પડશે. વધતા ખર્ચ અને મેઈન્ટેનન્સની બાબતને ધ્યાનમાં લઈને ઓથોરિટીએ ભાવ વધાર્યો હોવાનું જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, સ્થાનિક લોકો અને ડોલીવાળાઓ માટેના ભાડામાં કોઈ વધારો કરાયો નથી.

પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર ઉછાળો
આજ સુધીમાં 29 લાખથી પણ વધારે પર્યટકો અને શ્રધ્ધાળુઓ આ રોપ-વેમાં મુસાફરી કરી છે.ગિરનાર પરના આ રોપ-વેમાં સફર કરવાનો લ્હાવો પણ અનેરો છે, જેમાં 8 મિનિટનો એ ગાળો સ્વર્ગીય આનંદનો અનુભવ કરાવે છે. ગિરનારની કંદરાઓ અને જંગલનો આકાશી નજારો તેમજ હવા માંથી ગિરનારની ગોદમાં વસેલા જૂનાગઢ નગરને નિહાળવાનો એ આનંદ પણ અમૂલ્ય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે.


Spread the love

Read Previous

27 October 2024 : આ રાશિના જાતકોની આજે વ્યવસાયની સ્થિતિમાં સુધારો થશે, જાણો અન્ય રાશિના જાતકોનો દિવસ.

Read Next

દેશમાં સર્જનાત્મકતાની લહેર છે, ભારતનું એનિમેશન વિશ્વભરમાં લોકપ્રિયઃ પીએમ મોદી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular

Follow On Instagram