મહારાષ્ટ્રમાં ફર્ટિલાઇઝર પ્લાન્ટમાં ગેસ લીક થતાં 3નાં મોત, 9 ઘાયલ
ફાયનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમણે 23 જુલાઈ, 2024 ના રોજ નાણાકીય વર્ષ 2024-25 માટે બજેટ રજૂ કરતી વખતે જાહેરાત કરી હતી કે પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ આપવામાં આવતી 10 લાખ રૂપિયાની લોન મર્યાદા વધારીને 20 લાખ કરવામાં આવશે . હવે આ જાહેરાતનો અમલ કરવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ મુદ્રા લોનની મર્યાદા હાલના 10 લાખ રૂપિયાથી વધારીને 20 લાખ રૂપિયા કરવામાં આવી છે.
આ જાહેરાતને લઇને એમ કહી શકાય કે દિવાળી પહેલા મોદી સરકારે એવા ઉદ્યોગસાહસિકોને મોટી ભેટ આપી છે જેઓ પોતાનો બિઝનેસ વધારવાની યોજના બનાવી રહ્યા છે. હવે તેઓ પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ પહેલા કરતા બમણી લોન મેળવી શકશે. આ નિર્ણય અંગે સરકારે નોટિફિકેશન પણ બહાર પાડ્યું છે.નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે, આ મર્યાદા વધારવાથી મુદ્રા યોજનાના લક્ષ્યને હાંસલ કરવામાં મદદ મળશે અને આવા નવા ઉદ્યોગસાહસિકો કે જેમને ભંડોળની જરૂર છે તેઓ હવે તેમના વ્યવસાયના વિકાસ અને વિસ્તરણ માટે વધુ ભંડોળ મેળવી શકશે
હાલમાં, પ્રધાનમંત્રી મુદ્રા યોજનામાં શિશુ, કિશોર અને તરુણ નામની ત્રણ શ્રેણીઓ છે જે હેઠળ લોન આપવામાં આવે છે. હવે તરુણ પ્લસ નામની નવી કેટેગરી લોન્ચ કરવામાં આવી છે. મુદ્રા યોજના હેઠળ 50,000 રૂપિયા સુધીની લોન આપવાની જોગવાઈ છે. કિશોર યોજના હેઠળ, જે લોકો વ્યવસાય કરે છે તેઓ 50,000 થી 5 લાખ રૂપિયા સુધીની મુદ્રા લોન લઈ શકે છે. તરુણ યોજના હેઠળ 5 લાખથી 10 લાખ રૂપિયા સુધીની લોન આપવાનો નિયમ છે. તરુણ યોજના હેઠળ લીધેલી લોન સફળતાપૂર્વક પરત કરી ચૂકેલા ઉદ્યોગપતિઓ હવે તેમના વ્યવસાયના વિકાસ અને વિસ્તરણ માટે તરુણ પ્લસ કેટેગરી હેઠળ રૂ. 10 લાખથી રૂ. 20 લાખ સુધીની લોન મેળવી શકશે.