મહારાષ્ટ્રમાં ફર્ટિલાઇઝર પ્લાન્ટમાં ગેસ લીક થતાં 3નાં મોત, 9 ઘાયલ
બુલેટિન ઈન્ડિયા ગાંધીનગર : 200 બેનામી કંપનીઓ સાથે સંકળાયેલા જીએસટી ઈનપુટ ટેક્સ ક્રેડિટ કૌભાંડના સંદર્ભમાં ગુજરાત મેરીટાઈમ બોર્ડની કચેરી ખાતે આજે સ્થાનિક પોલીસે તપાસ ચાલુ રાખી હતી. બંદરો અંગેની માહિતી લીક થવા અંગે તપાસ ચાલી રહી હોવાનું જાણવા મળે છે.
ડિરેક્ટોરેટ જનરલ ઓફ જીએસટી ઇન્ટેલિજન્સ (ડીજીજીઆઇ) દ્વારા શરૂઆતમાં બહાર પાડવામાં આવેલા આ કેસની તપાસ ગુજરાત પોલીસ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) દ્વારા કરવામાં આવી રહી છે. આ કેસમાં કથિત રીતે બનાવટી બિલો દ્વારા બનાવટી ઇનપુટ ટેક્સ ક્રેડિટ (આઇટીસી)નો દાવો કરવા માટે બનાવટી દસ્તાવેજોની મદદથી 220 થી વધુ.
બેનામી કંપનીઓની રચના કરવામાં આવી હતી.જેના કારણે સરકારી તિજોરીને કરોડોનું નુકસાન થયું હોવાના અહેવાલ છે.અત્યાર સુધીમાં આ કેસમાં ધરપકડ કરાયેલા આઠ આરોપીઓ, જેમાં ધ હિન્દુના પત્રકાર મહેશ લાંગાનો પણ સમાવેશ થાય છે, તેઓ હાલ ન્યાયિક કસ્ટડી હેઠળ છે.