મહારાષ્ટ્રમાં ફર્ટિલાઇઝર પ્લાન્ટમાં ગેસ લીક થતાં 3નાં મોત, 9 ઘાયલ
અજિત પવારની પાર્ટી એનસીપીએ સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. અજિત પવારની સાથે પ્રફુલ્લ પટેલ અને છગન ભુજબળના નામ પણ આ યાદીમાં છે.નવાબ મલિકનું નામ નથી. નવાબ મલિક વિરુદ્ધ ED કેસ ચાલી રહ્યો છે. તેમના નામ પર ભાજપને પણ વાંધો છે. NCP શરદ પવાર જૂથના નેતાઓએ આઅંગે ટોણો માર્યો છે અને સોશિયલ મીડિયા સાઇટ ‘X’ પર લખ્યું છે કે ભગવાન કા દિયા સબકુછ હે દોલત શૌહરત હે બસ ઇજ્જત નહીં હે ટ્વિટર પર સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરતા અજિત પવારે લખ્યું, “મહારાષ્ટ્રમાં માત્ર ગુલાબી તોફાન ફૂંકાશે, NCPની ધડીયાળના કાંટા જોર-જોરથી ફરશે.આગામી વિધાનસભા ચૂંટણીની પૃષ્ઠભૂમિમાં, વિકાસના રાષ્ટ્રવાદી વિચારને સામાન્ય લોકો સુધી પહોંચાડવા માટે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના સ્ટાર પ્રચારકોની યાદી નીચે મુજબ જાહેર કરવામાં આવી રહી છે.
-> આ નામો છે NCPના સ્ટાર પ્રચારકોની યાદીમાં :- અજિત પવાર, પ્રફુલ પટેલ, સુનીલ તટકરે, છગન ભુજબળ, દિલીપ વલસે પાટીલ, ધનંજય મુંડે, હસન મુશરીફ નરહરી ઝિરવાલ, અદિતીતાઈ તટકરે, નીતિન પાટીલ, સયાજીરાવ શિંદે, અમોલ મિતકારી, જલ્લાઉદ્દીન સૈયદ, ધીરજ શર્મા, રૂપાલી તાઈ, સુકાન તાઈ, રાજકુમારી, નરહરિ ચવ્હાણ, કલ્યાણ અખાડે, સુનીલ
મેગ્રે, મહેશ શિંદે, રાજલક્ષ્મી ભોસલે, સુરેખતાઈ ઠાકરે, ઉદયકુમાર આહેર, શશિકાંત તરંગે, વસીમ બુન્હાન, પ્રશાંત કદમ અને સંધ્યા સોનાવણેના
નવાબ મલિકને સ્ટાર પ્રચારકોની યાદીમાં ન મુકવાના મુદ્દાને લઇને શરદ પવાર જૂથના નેતાઓએ નિશાન સાધ્યું છે. તમને જણાવી દઈએ કે નવાબ મલિકપહેલા શરદ પવારના જૂથ NCPમાં હતા. તેઓ ગયા વર્ષે જ અજિત પવારના જૂથમાં જોડાયા હતા. શરદ પવારના જૂથમાં હતા ત્યારે નવાબ મલિકઅવારનવાર ભાજપ પર પ્રહાર કરતા હતા. તેમણે અનેક મુદ્દાઓ પર ભાજપને ઘેરવાનો પ્રયાસ પણ કર્યો હતો. હવે અજિત પવારના જૂથમાં સામેલ થયા બાદ પાર્ટીએ તેમને સ્ટાર પ્રચારકોની યાદીમાં સામેલ કર્યા નથી.