સુપ્રીમ કોર્ટે યોગી સરકારના તે આદેશ પર રોક લગાવી દીધી છે, જેમાં બિન-માન્યતા અને સરકારી સહાયિત મદરેસાઓમાં ભણતા બિન-મુસ્લિમ વિદ્યાર્થીઓને સરકારી શાળાઓમાં ટ્રાન્સફર કરવાની સૂચના આપવામાં આવી હતી.ઉત્તર પ્રદેશ સરકારના આ આદેશ સામે જમિયત ઉલેમા-એ-હિંદે અરજી દાખલ કરી હતી. ઉત્તર પ્રદેશ સરકારનો આ આદેશ નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ (NCPCR)ના રિપોર્ટ પર આધારિત હતો. જેમાં રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ 2009નું પાલન ન કરતી મદરેસાઓની માન્યતા રદ કરવા અને તમામ મદરેસાઓની તપાસ કરવા જણાવ્યું હતું.
-> સુપ્રીમ કોર્ટે નોટિસ જારી કરી છે :- આ અરજીની સુનાવણી CJI DY ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની ખંડપીઠે કરી હતી. આ દરમિયાન કોર્ટે કહ્યું કે આ મામલે નોટિસ જારી કરવામાં આવે. આ સિવાય 7 જૂન, 25 જૂન અને 27 જૂનના રોજ જાહેર થયેલા NCPCR રિપોર્ટ અને ત્યાર બાદ લેવાયેલા તમામ પગલાં પર પ્રતિબંધ છે.
-> NCPCRએ પોતાના રિપોર્ટમાં આ વાત કહી છે :- નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઑફ ચાઈલ્ડ રાઈટ્સ (NCPCR) એ તાજેતરમાં જ એક રિપોર્ટમાં કહ્યું હતું કે જ્યાં સુધી મદરેસાઓ શિક્ષણ અધિકાર કાયદાનું પાલન ન કરે ત્યાં સુધી તેમને આપવામાં આવતા ફંડને રોકી દેવામાં આવે. NCPCRએ પોતાના રિપોર્ટમાં કહ્યું હતું કે મદરેસાઓમાં ધાર્મિક શિક્ષણ પર વધુ ધ્યાન આપવામાં આવે છે. જેના કારણે બાળકોને જરૂરી શિક્ષણ મળતું નથી અને તેઓ પાછળ રહી જાય છે.