મહારાષ્ટ્રમાં ફર્ટિલાઇઝર પ્લાન્ટમાં ગેસ લીક થતાં 3નાં મોત, 9 ઘાયલ
બિગ બોસ 7માં અભિનેત્રી ગૌહર ખાન સાથેના પ્રેમ સંબંધને કારણે ચર્ચામાં રહેલા ટીવી એક્ટર કુશલ ટંડન ફરી એકવાર પ્રેમમાં છે. ટીવી શો ‘બરસાતેં-મૌસમ પ્યાર કા’માં કુશલ ટંડનના તેની કો-સ્ટાર અભિનેત્રી શિવાંગી જોશી સાથેના પ્રેમ સંબંધની ચર્ચાઓ થઈ હતી. હવે તેણે શિવાંગી સાથેના સંબંધોની પુષ્ટિ કરી છે.
-> કુશલે શિવાંગી સાથેના તેના સંબંધો પર વાત કરી :- ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાત કરતી વખતે કુશલે પોતાના સંબંધો વિશે ખુલીને વાત કરી હતી અને શિવાંગી સાથેના તેના લગ્નના પ્લાનિંગ વિશે પણ ખુલાસો કર્યો હતો. અભિનેતા કહે છે કે તે અત્યારે લગ્ન કરવા નથી માંગતો પરંતુ, તે પ્રેમમાં છે અને ધીમે ધીમે સંબંધોમાં આગળ વધી રહ્યો છે.તેણે વધુમાં કહ્યું કે પુત્રવધૂ માટે તેના માતા-પિતાની શોધ આખરે પૂરી થઈ ગઈ છે. તેણે કહ્યું, “મારી માતા મારા જલ્દી લગ્ન કરવા માંગે છે. જો તેને તક મળશે તો તે આજે જ મારા લગ્ન કરાવી દેશે.” જો કે કુશલે તેના લગ્ન વિશે કોઈ સંકેત નથી આપ્યા, પરંતુ તેણે કહ્યું કે તે ગમે ત્યારે લગ્ન કરી શકે છે.
-> શોમાં સાથે કામ કર્યું હતું :- તમને જણાવી દઈએ કે, કુશાલ ટંડન અને શિવાંગી જોશીએ ટીવી શો ‘બરસાતેં- મૌસમ પ્યાર કા’માં સાથે કામ કર્યું હતું અને ત્યારથી લોકો માનતા હતા કે તેઓ એકબીજાના પ્રેમમાં પડી ગયા છે. બંનેની ઓન-સ્ક્રીન કેમેસ્ટ્રી પણ લોકોને પસંદ પડી હતી. શિવાંગી જોશી લોકપ્રિય શો ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં પણ જોવા મળી છે.
-> ગૌહર ખાન સાથેના અફેરની ચર્ચા હતી :- કુશાલની ડેટિંગ લાઇફ આ પહેલા પણ હેડલાઇન્સમાં રહી છે. ગૌહર ખાન સાથે તેના સંબંધોની ચર્ચા થઈ હતી જેની લવ સ્ટોરી બિગ બોસ 7ના ઘરમાં શરૂ થઈ હતી. આ શોમાં બંને એકબીજાની ખૂબ જ નજીક આવી ગયા હતા. શો પછી તેઓ ગાયક રાહત ફતેહ અલી ખાન સાથે મ્યુઝિક વીડિયો ‘ઝરૂરી થા’માં જોવા મળ્યા હતા. જો કે, શોમાંથી બહાર આવ્યાના એક વર્ષમાં જ તેમનું બ્રેકઅપ થઈ ગયું.