ભારત-કેનેડા સંબંધોમાં કડવાશ વચ્ચે વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ મોટો કબૂલાત કરી છે. તેમણે કહ્યું હતું કે નિજ્જર હત્યા કેસમાં કેનેડાએ ભારતને જરૂરી પુરાવા.આપ્યા નથી. હવે કેનેડાના રાષ્ટ્રીય સુરક્ષા નિષ્ણાત જો એડમ જ્યોર્જે આ મામલે પોતાના જ પીએમ જસ્ટિન ટ્રુડો પર સવાલ ઉઠાવ્યા છે.
-> આખરે ભારતને દોષ દેવાની શું જરૂર હતી? :- કેનેડાના રાષ્ટ્રીય સુરક્ષા નિષ્ણાત એડમ જ્યોર્જે જણાવ્યું હતું કે, “જસ્ટિન ટ્રુડોનું એ સ્વીકાર કરવું કે ભારત સાથે નક્કર પુરાવા શેર કર્યા નથી તે ખૂબ જઆશ્ર્ચર્યજનક છે. સવાલ એ છે કે એ આરોપને સાર્વજનિક કરવો જ કેમ હતો કે હરદિપ સિંહ નિજ્જરની હત્યાની પાછળ ભારતનો હાથ છે. અત્યાર એ સ્પષ્ટ નથી કે કેનેડાએ ભારત સાથે પૂરાવા શેયર કર્યા કે નહીં મને લાગે છે કે હવે સમય જ બધું બતાવશે.
આ પહેલા કેનેડાના પીએમ ટ્રુડોએ નિજ્જરની હત્યામાં ભારતનો હાથ હોવાનો આરોપ લગાવ્યો હતો. આ પછી ભારતે કડકાઈ બતાવી અને આ આરોપોને વાહિયાત ગણાવ્યા અને ટ્રુડોના આરોપ વોટબેંકની રાજનીતિથી પ્રેરિત કહ્યા હતા. જસ્ટિન ટ્રુડોએ જણાવ્યું હતું કે કેનેડા અને તેના સાથીઓની ગુપ્તચર માહિતી સૂચવે છે કે.નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટો સામેલ હતા, પરંતુ તે સમયે કોઈ નક્કર પુરાવા ન હોવાનું સ્વીકાર્યું હતું.
-> ટ્રુડોના આરોપોનો ભારતે જવાબ આપ્યો :- જસ્ટિન ટ્રુડોએ કહ્યું કે નક્કર પુરાવા નથી, પરંતુ માત્ર ગુપ્ત માહિતી છે. અમે ઈચ્છતા હતા કે ભારત પડદા પાછળ અમને સહયોગ આપે. આ સમયે કોઈ નક્કર પુરાવા નથી.” ભારતના વિદેશ મંત્રાલયે આના પર કડકાઈ દર્શાવી હતી.વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું, “કેનેડાની સરકારે સપ્ટેમ્બર 2023 થી ભારત સાથે કોઈ માહિતી શેર કરી નથી. જસ્ટિન ટ્રુડોએ ગંભીર આરોપો લગાવ્યા હતા, પરંતુ કોઈ માહિતી શેર કરવામાં આવી ન હતી. અમને અમારા રાજદ્વારીઓની સુરક્ષાની ખાતરી કરવાની જરૂર છે.” તેને ધ્યાનમાં રાખીને અમે અમારા રાજદ્વારીઓને ભારત પાછા બોલાવ્યા છે.”