તપાસ એજન્સીએ ‘લોટરી કિંગ’ સેન્ટિયાગો માર્ટિનની ઓફિસમાંથી ₹8.8 કરોડ જપ્ત કર્યા
ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં આવેલા JPNIC મામલામાં સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારને મોટી અપિલ કરી છે. તેમણે કહ્યું છે કે નીતીશ કુમાર પણ તે જ જીપી આંદોલનમાંથી આવે છે, જે સમગ્ર દેશમાં થયું હતું.. . તેઓ પણ આ જોઈ રહ્યાં હશે. જે લોકો જેપીની જન્મજયંતી મનાવવામાં અવરોધ ઉભા કરતા હોય નીતીશ કુમારે તેમને સમર્થન પાછું લઇ લેવું જોઈએ.અખિલેશ યાદવે કહ્યું, “બિહારના મુખ્યમંત્રી જય પ્રકાશના આંદોલનમાંથી ઉભર્યા છે.
જે સરકાર જેપીના જન્મ દિવસ પર તેમને સન્માનિત ન કરવા દેતી હોય, તેમની સાથે નીતીશ કુમારે તરત જ ગઠબંધન તોડવું જોઈએ.તેમણે કહ્યું કે જેપીઆઈસીનું શિલાન્યાસ કરાયું હતું. તે સમયે એ જ કોશિશ હતી કે દેશનું શ્રેષ્ઠ કેન્દ્ર બને, જ્યાં સમાજવાદી લોકો એકઠા થઇ શકે. આ સરકારે જાણી જોઇને તેને રોકી રાખ્યું છે. અને સાજિશ એ છે કે આ વર્લ્ડ ક્લાસ કેન્દ્રને વેચી દેવામાં આવે.
અખિલેશએ કહ્યું, “માલ્યાર્પણ ન કરવા દેવા બાબતે શું કારણ છે તે ખબર નથી. ભાજપે દરેક સારી કામગીરી રોકી છે. આ સરકાર એ ઇચ્છે છે કે અમે માલ્યાર્પણ ન કરીએ, તેથી અમે રસ્તા પર જ માલ્યાર્પણ કરી દીધું છે. સમાજવાદીઓ દર વર્ષે મનાવતા રહેશે. જય પ્રકાશજીને અમે ત્યાં જ જઈને સન્માનિત કરીશું. આ સરકાર તો ગુંગી અને બહેરી તો હતી જ પરંતુ આજે તેને દેખાતું પણ નથી.