ઈરાનના ઈઝરાયેલ પર બેલેસ્ટિક મિસાઈલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે તેના નાગરિકોને એલર્ટ રહેવા અને સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા નિર્દેશિત સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવાની સલાહ આપી છે.દૂતાવાસે તેની સલાહમાં કહ્યું,”કૃપા કરીને સાવચેતી રાખો, દેશની અંદર બિનજરૂરી મુસાફરી ટાળો અને સલામત સ્થળોએ રહો,”દૂતાવાસ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે અને અમારા તમામ નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે ઇઝરાયેલી અધિકારીઓ સાથે નિયમિત સંપર્કમાં છે. “જો કોઈ કટોકટી હોય, તો કૃપા કરીને નીચે આપેલા ફોન નંબર અથવા ઇમેઇલ પર અમારો સંપર્ક કરો. “
+972-547520711
+972-543278392
ઈમેલ: consi.telaviv@mea.gov.in
ભારતીય દૂતાવાસે ટ્વિટર પર પોસ્ટ કર્યું છે કે, “જે ભારતીય નાગરિકોએ હજુ સુધી એમ્બેસીમાં નોંધણી કરાવી નથી તેઓને નીચેની લિંક https://forms.gle/ftp3DEXgJwH8XVRdA પર ક્લિક કરીને તરત જ નોંધણી કરાવવા વિનંતી કરવામાં આવે છે,મહત્વનું છે કે ઇરાન દ્વારા ઇઝારાયેલ પર હુમલો કરવામાં આવ્યો છે. ઇરાન દ્વારા 102 મિસાઈલ છોડવામાં આવી હતી, જવામાં ઇઝારાયેલે કહ્યું છે કે ઇરાને આની કિંમત ચૂકવવી પડશે.આ પહેલા પણ ઈરાને ઈઝરાયલ પર એપ્રિલમાં લગભગ 300 મિસાઈલ અને ડ્રોનથી હુમલો કર્યો હતો.