મહારાષ્ટ્રમાં ફર્ટિલાઇઝર પ્લાન્ટમાં ગેસ લીક થતાં 3નાં મોત, 9 ઘાયલ
સદગુરુ જગ્ગી વાસુદેવ એક એવું વ્યક્તિત્વ છે જે સમગ્ર વિશ્વમાં આધ્યાત્મિક ગુરુ તરીકે ઓળખાય છે. ભારતમાં જગ્ગી વાસુદેવનું સ્ટેટસ એક અલગ લેવલનું છે, તેમને ફોલો કરનારા લોકોની સંખ્યા પણ ઘણી વધારે છે. પરંતુ આ દિવસોમાં જગ્ગી વાસુદેવ થોડા અલગ કારણોસર હેડલાઇન્સમાં છે. વાસ્તવમાં, મદ્રાસ હાઈકોર્ટે સવાલ કર્યો છે કે જ્યારે આધ્યાત્મિક નેતા સદગુરુ જગ્ગી વાસુદેવે તેમની પુત્રીના લગ્ન કરાવી દીધા છે, તો પછી તેઓ શા માટે અન્ય યુવતીઓને મુંડન કરાવવા અને સાંસારિક જીવન છોડીને સંન્યાસીઓની જેમ જીવવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે.
-> જગ્ગી વાસુદેવને કોર્ટનો સવાલ :- ન્યાયમૂર્તિ એસએમ સુબ્રમણ્યમ અને વી શિવગ્નમની બેન્ચે ઈશા ફાઉન્ડેશનના સ્થાપકને પ્રશ્ન પૂછ્યો હતો જ્યારે સમગ્ર મામલાને વિગતે જોઇએ તો એક નિવૃત્ત પ્રોફેસર કે જેમનું નામ એસ કામરાજ છે અને જેઓ કોઈમ્બતુરમાં તમિલનાડુ કૃષિ યુનિવર્સિટીમાં ભણાવતા હતા તેમણે આરોપ મૂક્યો હતો કે તેમની બે શિક્ષિત દીકરીઓનું બ્રેઈનવોશ કરવામાં આવ્યું હતું અને તેમને ઈશા યોગ કેન્દ્રમાં રહેવા માટે મજબૂર કરવામાં આવી હતી. તેમણે કોર્ટમાં પોતાની પુત્રીઓને કોર્ટમાં ઉપસ્થિત કરવાની માંગ કરતી અરજી દાખલ કરી હતી.સોમવારે કોર્ટમાં હાજર થયેલી 42 અને 39 વર્ષની નિવૃત પ્રોફેસરની બન્ને દીકરીઓએ કહ્યું કે તેઓ ઈશા ફાઉન્ડેશનમાં પોતાની મરજીથી રહે છે. તેઓએ દાવો કર્યો હતો કે તેમના માતાપિતાએ તેમને “ત્યજી દીધા” પછી તેમનું જીવન “નરક” બની ગયું હતું. જો કે, ન્યાયાધીશોએ આ મામલાની વધુ તપાસ કરવાનું નક્કી કર્યું અને પોલીસને ઈશા ફાઉન્ડેશન સંબંધિત તમામ કેસોની યાદી તૈયાર કરવાનો નિર્દેશ આપ્યો છે.
-> શું છે ઈશા ફાઉન્ડેશનનો દાવો? :- ન્યાયાધીશ શિવગનમે કહ્યું, “અમે જાણવા માંગીએ છીએ કે જે વ્યક્તિએ તેમની પોતાની પુત્રીના લગ્ન કરાવ્યા છે, અને તેમની પુત્રી સારુ જીવન જીવી રહી છે. તે શા માટે અન્ય પુત્રીઓને તેમના માથાના મુંડન કરવા અને એકાંતનું જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરે છે.” ઈશા ફાઉન્ડેશને દાવો કર્યો હતો કે મહિલાઓ સ્વેચ્છાએ તેમની સાથે રહેવાનું પસંદ કરે છે. તેમણે કહ્યું, “અમે માનીએ છીએ કે પુખ્ત વ્યક્તિઓને પોતાનો માર્ગ પસંદ કરવાની સ્વતંત્રતા અને વિવેક હોય છે. અમે લગ્ન કે સંન્યાસી બનવાનો આગ્રહ રાખતા નથી, કારણ કે આ વ્યક્તિગત પસંદગીઓ છે. ઇશા યોગ કેન્દ્રમાં હજારો લોકો જેઓ સંન્યાસી નથી તેઓ રહે છે. અને કેટલાક એવા પણ છે જેમણે બ્રહ્મચારી અથવા સંન્યાસી બનવાનું નક્કી કર્યું છે.”