તિરુપતિ લાડુ વિવાદ અંગે સુપ્રિમ કોર્ટમાં આજે સુનવણી થઈ. આ દરમિયાન સુપ્રિમ કોર્ટએ આંધ્ર પ્રદેશના સીએમ ચંદ્રબાબુ નાયડૂને ફટકાર આપી, સુપ્રીમે કહ્યું કે જુલાઈમાં આવેલી રિપોર્ટને આધારે બે મહિના પછી નિવેદન કેમ આપ્યું ? સુબ્રમણ્યમ સ્વામી તરફથી રજૂ થયેલા વકીલે સુપ્રિમ કોર્ટમાં દલીલ કરતા કહ્યું, ”આ પ્રકારના નિવેદનોની લોકો પર વ્યાપક અસર પડે છે. જયારે સીએમ આવું નિવેદન આપે છે, ત્યારે રાજ્ય સરકારથી નિષ્પક્ષ તપાસની અપેક્ષા નહીં રાખી શકાય.”
-> TTD સાથે જોડાયેલા છે સુબ્રમણ્યમ સ્વામી :- વકીલે જણાવ્યું કે ઘી સપ્લાય કરનાર સપ્લાયર કોણ હતો? શું અચાનક તપાસ કરવાની કોઈ વ્યવસ્થા છે? તેમણે કહ્યું કે, આ કેસની નિરીક્ષણની જરૂર છે. રાજ્ય સરકારની તરફથી રજૂ થયેલા મુકુલ રોહિતગી એ કહ્યું કે, સ્વામી પોતે TTD ટ્રસ્ટ સાથે જોડાયેલા રહ્યા છે? શું તેમની યાચિકા નિષ્પક્ષ માનવામાં આવી શકે?મુકુલ રોહિતગી એ કહ્યું કે, સુબ્રમણ્યમ સ્વામીએ રાજ્ય સરકારને ટાર્ગેટ કરવાનો પ્રયાસ કર્યો છે. આ પર જસ્ટિસ વિશ્વનાથનએ કહ્યું કે સ્વામી કહે છે કે સેમ્પલ તે ઘીનું લેવામાં આવ્યું, જે TTD ટ્રસ્ટે ઉપયોગમાં નથી લીધું. સાથે જ જસ્ટિસ બી.આર. ગવઈએ કહ્યું કે, જ્યારે તપાસ ચાલી રહી છે, ત્યારે એ દરમ્યાન એવું નિવેદન કેમ આપવામાં આવ્યું? સીએમનું પદ એક સંવિધાનિક પદ છે.
-> રિપોર્ટ આવવાના બે મહિના બાદ કેમ નિવેદન આપ્યું’- સુપ્રિમ કોર્ટ :- જસ્ટિસ વિશ્વનાથનએ કહ્યું કે જુલાઈમાં આવેલી રિપોર્ટ પર 2 મહિના પછી નિવેદન આપ્યું. જ્યારે તમે સ્પષ્ટ નહોતા કે નમુના કયા ધીના લીધા છે તો નિવેદન કેમ આપ્યું? રાજ્ય સરકાર તરફથી રજૂ થયેલ વકીલ સિદ્ધાર્થ લૂથરા એ કહ્યું કે છેલ્લા 50 વર્ષથી કર્નાટકની કો-ઓપરેટિવ ‘નંદીણી’માંથી ઘી લેવામાં આવી રહ્યું હતું, પરંતુ પાછલી સરકારે તેની પાસેથી લેવાનું બંધ કર્યુ હતું.સુનવણી દરમિયાન જસ્ટિસ ગવઈએ કહ્યું કે, તમે 26 સપ્ટેમ્બરે SIT રચી, પરંતુ નિવેદન તેની પહેલા જ આપ્યું. જસ્ટિસ વિશ્વનાથને કહ્યું કે તમે કહી શકો કે ભૂતકાળની સરકારમાં ઘીનું ટેન્ડર ખોટા રીતે વિતરણ કરવામાં આવ્યું પરંતુ સીધા પ્રસાદ પર જ પ્રશ્ન ઉઠાવી દીધો.