Breaking News :

મહારાષ્ટ્રમાં ફર્ટિલાઇઝર પ્લાન્ટમાં ગેસ લીક ​​થતાં 3નાં મોત, 9 ઘાયલ

જ્યાં સુધી પરિણામ ન આવે ત્યાં સુધી મતગણતરી કેન્દ્ર છોડશો નહીં , શરદ પવારની ઉમેદવારોને સલાહ

મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી ? જાણો મહાયુતિ અને મહાવિકાસ અઘાડીમાં કોણ-કોણ દાવેદારો

આરોપોને લઇને કેનેડા ફરીએકવાર શરમજનક સ્થિતિમાં મુકાયું, ટ્રુડોએ સ્વીકાર્યુ કોઇ પૂરાવા નથી

ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ સામે ધરપકડ વોરંટ જારી કર્યુ

મતગણતરી પહેલા ઉદ્ધવ ઠાકરેએ વીડિયો કોન્ફરન્સ કરી ઉમેદવારોને આપ્યા નિર્દેશ

છત્તીસગઢમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં 10 માઓવાદી ઠાર

સોમનાથ ટ્રસ્ટ દ્વારા સિવિલ હોસ્પિટલના દર્દીઓ અને તેમના સંબંધીઓ માટે નિઃશુલ્ક ટિફિન સેવા શરૂ કરવામાં આવી

સૌરાષ્ટ્ર,ઉત્તર ગુજરાતને રવી સિઝન માટે 30,504 MCFT વધારાનું નર્મદા સિંચાઈનું પાણી મળશે

શાહરૂખ ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપનાર વ્યક્તિએ અભિનેતાની હિલચાલને ઑનલાઇન ટ્રેક કરી

GCMMF–AMUL નાણાકીય વર્ષ 2023-24 માટે ₹59,545 કરોડ (7 અબજ ડોલર)નું ટર્નઓવર નોંધાવ્યું

Spread the love

બુલેટિન ઈન્ડિયા આણંદ : લોકપ્રિય અમૂલ બ્રાન્ડ દૂધ અને ડેરી ઉત્પાદનોનું માર્કેટિંગ કરતી ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ (GCMMF)ની 50મી વાર્ષિક સાધારણ સભા 28 સપ્ટેમ્બર, 2024ના રોજ યોજાઇ હતી. GCMMFના સુવર્ણ જયંતિ વર્ષમાં, સંસ્થાએ 8% YOY ની વૃદ્ધિ સાથે નાણાકીય વર્ષ 2023-24 માટે રૂ. 59,545 કરોડ (7 અબજ ડોલર) નું ટર્નઓવર નોંધાવ્યું હતું. બ્રાન્ડ અમૂલનું ગ્રુપ ટર્નઓવર 2023-24માં 80,000 કરોડ રૂપિયા (10 અબજ ડોલર) સુધી પહોંચી ગયું છે, જે 2022-23માં 72,000 કરોડ રૂપિયા (9 અબજ ડોલર) હતું.વિશ્વની અગ્રણી બ્રાન્ડ કન્સલ્ટન્સી બ્રાન્ડ યુકેના બ્રાન્ડ ફાઇનાન્સ અનુસાર અમૂલને વિશ્વની સૌથી મજબૂત ફૂડ બ્રાન્ડ અને સૌથી મજબૂત ડેરી બ્રાન્ડ તરીકે સ્થાન આપવામાં આવ્યું છે.

અમૂલની બ્રાન્ડ સ્ટ્રેન્થ પરિચિતતા, વિચારણા અને ભલામણ મેટ્રિક્સમાં તેના મજબૂત દેખાવને આભારી છે.GCMMF, વિશ્વની સૌથી મોટી ખેડૂત માલિકીની ડેરી સહકારી મંડળી છે, જેમાં ગુજરાતના 18,600 ગામોના 36 લાખ ખેડૂતો અને 18 સભ્ય યુનિયનો દરરોજ 300 લાખ લિટર દૂધની ખરીદી કરે છે. આંતરરાષ્ટ્રીય ફાર્મ કમ્પેરિશન નેટવર્ક (આઈએફસીએન) મુજબ દૂધ પ્રક્રિયાની દ્રષ્ટિએ જીસીએમએમએફ પણ વિશ્વની ટોચની 20 ડેરી કંપનીઓમાં 8મા ક્રમે છે.GCMMFના ચેરમેન શ્રી શામળભાઇ પટેલે જણાવ્યું હતું કે, “GCMMF તેના સુવર્ણ જયંતી વર્ષમાં વિશ્વની સૌથી મજબૂત ફૂડ બ્રાન્ડ તરીકે ઊભરી આવવાની ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે.”

તેમણે ઉમેર્યું હતું કે, અમે નવા બજારો ઉમેરવા, નવા ઉત્પાદનો લોંચ કરવા અને સમગ્ર ભારતમાં નવી દૂધ પ્રોસેસિંગ ક્ષમતાઓ ઉમેરવાની દ્રષ્ટિએ સતત વિસ્તરણની યોજના બનાવી રહ્યા છીએ.ગુજરાતના 36 લાખ દૂધ ઉત્પાદક સભ્યો વતી GCMMFના વાઇસ ચેરમેન શ્રી વલમજીભાઈ હુંબલે દૂધ ઉત્પાદકોને લગતી વિવિધ યોજનાઓને સતત અને સમયસર સહકાર આપવા બદલ ગુજરાત સરકાર અને ભારત સરકારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, અમે સહકારી ક્ષેત્રનાં વિકાસ પર સતત ધ્યાન કેન્દ્રિત કરવા બદલ તથા વૈશ્વિક ખાદ્ય બાસ્કેટનો હિસ્સો બનવા અને ખેડૂતોની આવક બમણી કરવા માટે અમને પ્રેરિત કરવા બદલ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને માનનીય ગૃહ બાબતો અને સહકાર મંત્રી શ્રી અમિત શાહનો આભાર માનીએ છીએ.


Spread the love

Read Previous

ગુજરાતમાં 24 કલાકમાં 1 ઇંચ કે તેથી વધુ વરસાદ પડ્યો હોય તેવા સ્થળોની યાદી

Read Next

બાળકોને પોહા ટીક્કી ખૂબ જ ગમશે, આ રીતે બનાવો, સ્વાદિષ્ટ નાસ્તો જોઈને ચહેરા ચમકી ઉઠશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular

Follow On Instagram