તપાસ એજન્સીએ ‘લોટરી કિંગ’ સેન્ટિયાગો માર્ટિનની ઓફિસમાંથી ₹8.8 કરોડ જપ્ત કર્યા
સંયુક્ત રાષ્ટ્રની જનરલ એસેમ્બલીમાં શહેબાઝ શરીફના ભાષણ બાદ ભારતે પાકિસ્તાનને કડક ચેતવણી આપી છે. ભારતે આકરી પ્રતિક્રિયા આપતા કહ્યું કે પાકિસ્તાન સતત સીમાપાર આતંકવાદને સમર્થન આપી રહ્યું છે. અને આ માટે તેણે અનિવાર્યપણે પરિણામોનો સામનો કરવો પડશે. તમને જણાવી દઈએ કે પાકિસ્તાનના વડાપ્રધાને UNGAમાં પોતાના ભાષણ દરમિયાન જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો.
સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના પ્રથમ સચિવ ભાવિકા મંગલાનંદને પાકિસ્તાન પર વૈશ્વિક આતંકવાદમાં સામેલ થવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે પાકિસ્તાન લાંબા સમયથી સીમા પારના આતંકવાદને સમર્થન આપી રહ્યું છે. પાકિસ્તાન આતંકવાદીઓને સમર્થન આપવાનો લાંબો ઈતિહાસ ધરાવે છે. મંગલાનંદનનું આ નિવેદન શરીફ દ્વારા ભારતને 2019માં કલમ 370 હટાવવાનો નિર્ણય પાછો ખેંચવાના આહ્વાનના જવાબમાં આવ્યો છે.
પોતાના નિવેદનમાં શરીફે બંને દેશો વચ્ચે વાતચીતની માંગ કરી હતી.મંગલાનંદને કહ્યું કે આ સભાએ આજે સવારે એક દુ:ખદ ઘટના જોઇ. આતંકવાદ, નશીલા પદાર્થોનો વેપાર અને આંતરરાષ્ટ્રીય અપરાધ માટે વૈશ્વિક પ્રતિષ્ઠા ધરાવતા સેના દ્વારા સંચાલિત દેશે વિશ્વની સૌથી મોટી લોકશાહી પર હુમલો કરવાનું દુસ્સાહસ કર્યુ છે.. દુનિયા પોતે જોઈ શકે છે કે પાકિસ્તાન ખરેખર શું છે.