Breaking News :

મહારાષ્ટ્રમાં ફર્ટિલાઇઝર પ્લાન્ટમાં ગેસ લીક ​​થતાં 3નાં મોત, 9 ઘાયલ

જ્યાં સુધી પરિણામ ન આવે ત્યાં સુધી મતગણતરી કેન્દ્ર છોડશો નહીં , શરદ પવારની ઉમેદવારોને સલાહ

મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી ? જાણો મહાયુતિ અને મહાવિકાસ અઘાડીમાં કોણ-કોણ દાવેદારો

આરોપોને લઇને કેનેડા ફરીએકવાર શરમજનક સ્થિતિમાં મુકાયું, ટ્રુડોએ સ્વીકાર્યુ કોઇ પૂરાવા નથી

ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ સામે ધરપકડ વોરંટ જારી કર્યુ

મતગણતરી પહેલા ઉદ્ધવ ઠાકરેએ વીડિયો કોન્ફરન્સ કરી ઉમેદવારોને આપ્યા નિર્દેશ

છત્તીસગઢમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં 10 માઓવાદી ઠાર

સોમનાથ ટ્રસ્ટ દ્વારા સિવિલ હોસ્પિટલના દર્દીઓ અને તેમના સંબંધીઓ માટે નિઃશુલ્ક ટિફિન સેવા શરૂ કરવામાં આવી

સૌરાષ્ટ્ર,ઉત્તર ગુજરાતને રવી સિઝન માટે 30,504 MCFT વધારાનું નર્મદા સિંચાઈનું પાણી મળશે

શાહરૂખ ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપનાર વ્યક્તિએ અભિનેતાની હિલચાલને ઑનલાઇન ટ્રેક કરી

માલદિવની આર્થિક હાલત કફોડી બની..કર્મચારીઓનો પગાર ચૂકવવા સરકારને લેવી પડી લોન

Spread the love

ભારત સાથે દુશ્મની કરીને ચીન સમર્થક મોહમ્મદ મુઈઝુએ પર્યટનનું સ્વર્ગ કહેવાતા માલદીવ દેશને બરબાદ કરી નાખ્યો છે. મુઈઝુ રાષ્ટ્રપતિ બન્યા બાદ માલદીવ તેના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. દેશની આર્થિક વ્યવસ્થા એટલી હદે પડી ભાંગી છે કે સરકારી કર્મચારીઓને પગાર આપવાના પૈસા નથી. માલદીવિયન ન્યૂઝ પોર્ટલ આધારધુના અહેવાલ મુજબ, મુઇઝુ સરકારે કર્મચારીઓને પગાર ચૂકવવા માટે બેંક ઓફ માલદીવ પાસેથી 800 મિલિયન રૂપિયાની લોન લીધી છે.

તેના અહેવાલમાં, અધારધુએ એક વિશ્વસનીય સ્ત્રોતને ટાંકીને કહ્યું કે નેશનલ બેંકે માલદીવના નાણા મંત્રાલયને MVR 800 મિલિયનની લોન જારી કરી છે.અધાધુએ એમ પણ કહ્યું કે સરકારે કર્મચારીઓના પગાર ચૂકવવા માટે આ લોન લીધી છે. આ દરમિયાન નિષ્ણાતોએ માલદીવની આર્થિક સ્થિતિ અંગે ચેતવણી આપી છે. આ સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે ભારતે 50 મિલિયન યુએસ ડોલરની લોનની ચુકવણીમાં એક વર્ષનો વધારો કર્યો છે.

-> ભારતે લોનની ચુકવણીમાં વધારો કર્યો છે :- માલદીવને ગયા મહિને જ US$50 મિલિયનની લોન ચૂકવવાની હતી, પરંતુ આર્થિક સંકટને કારણે માલદીવના રાષ્ટ્રપતિ મો મુઈઝુએ ભારત સરકારને એક્સ્ટેંશન માટે વિનંતી કરી હતી. આ વર્ષે જૂનમાં, મુઇઝુ સરકારે નાણાકીય કટોકટી દૂર કરવા માટે ખર્ચમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘અમે રાજ્યના ખર્ચને ઘટાડવા માટે ઘણા પગલાં અમલમાં મૂકવાનો નિર્ણય કર્યો છે.’ આમાં રાજકીય હોદ્દા ઘટાડવા, ખર્ચ ઘટાડવા અને વિવિધ પ્રસંગોએ ઉજવણી ન કરવાનો નિર્ણય લેવાનો સમાવેશ થાય છે.

-> માલદીવમાં આર્થિક સંકટ માટે કોણ જવાબદાર? :- બીજી તરફ નિષ્ણાતોનું કહેવું છે કે માલદીવમાં આર્થિક સંકટ પાછળનું કારણ સરકારી ખર્ચમાં વધારો છે. રાષ્ટ્રપતિ પદ સંભાળતાની સાથે જ મુહમ્મદ મુઈઝુએ તુર્કી પાસેથી 37 મિલિયન યુએસ ડોલરમાં ડ્રોન ખરીદ્યું. આ વર્ષની શરૂઆતમાં માલદીવે ભારતને 50 મિલિયન યુએસ ડોલરની લોન વ્યાજ સહિત ચૂકવી હતી, જો કે તે સમયે તેની ચૂકવણી કરવાની કોઈ જવાબદારી નહોતી.


Spread the love

Read Previous

કેનેડામાં એર ઈન્ડિયાની ફ્લાઈટ-182માં 39 વર્ષ પહેલા થયેલા બ્લાસ્ટની ત્રીજીવાર તપાસની માંગ ઉઠી

Read Next

નવરાત્રી 2024ની ઉજવણી 3 થી 12 ઓક્ટોબર દરમિયાન કરવામાં આવશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular

Follow On Instagram