મહારાષ્ટ્રમાં ફર્ટિલાઇઝર પ્લાન્ટમાં ગેસ લીક થતાં 3નાં મોત, 9 ઘાયલ
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ અને રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પને ખતરો હોવાની માહિતી સામે આવી છે. અમેરિકાના ગુપ્તચર અધિકારીઓએ આ અંગે ચેતવણી આપી છે. ગુપ્તચર અધિકારીઓએ મંગળવારે ડોનાલ્ડ ટ્રમ્પને લઈને ઈરાન તરફથી આવી રહેલી ધમકીઓની જાણકારી આપી હતી. કહેવામાં આવ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પના જીવને ખતરો છે.ડોનાલ્ડ ટ્રમ્પની પ્રચાર ટીમે એક નિવેદનમાં કહ્યું કે, ‘રાષ્ટ્રીય ગુપ્તચર નિર્દેશકે તેમને ઈમેલ દ્વારા જણાવ્યું છે કે ટ્રમ્પની હત્યાને લઈને ઈરાન તરફથી ધમકીઓ આવી રહી છે. આવું કરનારા લોકો દેશમાં અશાંતિ અને અરાજકતાનું વાતાવરણ ઊભું કરવા માગે છે.ટ્રમ્પની ટીમે ગુપ્તચર અધિકારીઓને ટાંકીને કહ્યું કે છેલ્લા કેટલાક મહિનામાં ટ્રમ્પ સામે ઈરાનનો ખતરો વધ્યો છે. બીજી તરફ અમેરિકન અધિકારીઓ ટ્રમ્પને બચાવવા અને ચૂંટણીને અસર થવાથી બચાવવા માટે કામ કરી રહ્યા છે.
-> ઈરાન હંમેશા અમેરિકન દાવાઓને નકારે છે :- ઈરાને અગાઉ અમેરિકન બાબતોમાં હસ્તક્ષેપના દાવાને નકારી કાઢ્યો હતો. આ મામલે સંયુક્ત રાષ્ટ્રમાં ઈરાનના સ્થાયી મિશન અને ઈન્ટેલિજન્સ ડિરેક્ટરની ઓફિસ તરફથી હજુ સુધી કોઈ નિવેદન બહાર આવ્યું નથી.તાજેતરમાં ટ્રમ્પની હત્યાના અનેક પ્રયાસો પણ પ્રકાશમાં આવ્યા છે. મંગળવારે ફ્લોરિડામાં ગોલ્ફ કોર્સમાં ટ્રમ્પને નિશાન બનાવનાર બંદૂકધારી વિરુદ્ધ કોર્ટે ત્રણ આરોપો ઘડ્યા હતા.કોર્ટના દસ્તાવેજો પરથી જાણવા મળ્યું છે કે સંબંધિત વ્યક્તિ સિક્રેટ સર્વિસ એજન્ટ છે.
-> ટ્રમ્પ પર તાજેતરના ઘાતક હુમલા :- જ્યારે ટ્રમ્પ ફ્લોરિડામાં ગોલ્ફ કોર્સમાં હતા, ત્યારે એક વ્યક્તિ ઝાડીઓમાંથી ટ્રમ્પ પર નિશાન સાધી રહ્યો હતો. આ દરમિયાન ટ્રમ્પના સુરક્ષા અધિકારીઓએ તેને જોયો અને તેના પર હુમલો કર્યો, ત્યારબાદ તે ભાગવા લાગ્યો પરંતુ સુરક્ષા અધિકારીઓએ તેને પકડી લીધો. ટ્રમ્પ પર અગાઉ પેન્સિલવેનિયાના બટલરમાં એક ચૂંટણી રેલી દરમિયાન હુમલો કરવામાં આવ્યો હતો, જે દરમિયાન ટ્રમ્પના કાનમાં ગોળી વાગી હતી અને એક વ્યક્તિનું મોત થયું હતું.