મહારાષ્ટ્રમાં ફર્ટિલાઇઝર પ્લાન્ટમાં ગેસ લીક થતાં 3નાં મોત, 9 ઘાયલ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકાની મુલાકાત દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પ કે કમલા હેરિસને ન મળવાનું મુખ્ય કારણ અમેરિકન રાજકારણમાં ભારતનું તટસ્થ વલણ જાળવવાનું હતું. ભારત બિલકુલ ઇચ્છતું ન હતું કે અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી દરમિયાન એવી કોઇ સ્થિતિ ઉભી થાય જે પક્ષપાતની ઝલક આપે. તમને જણાવી દઈએ કે હાલમાં ભારત એકમાત્ર એવો દેશ છે જેના મોટાભાગના દેશો સાથે સારા સંબંધો છે. આ સફળ મુત્સદ્દીગીરીની કળાનો પરિચય છે. તેનું તાજેતરનું ઉદાહરણ ત્યારે જોવા મળ્યું જ્યારે રશિયા સિવાય દેશના વડાપ્રધાને યુક્રેનની પણ મુલાકાત લીધી.
તમને જણાવી દઈએ કે પીએમ મોદીના અમેરિકા પ્રવાસ પહેલા રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે મિશિગનમાં એક રેલી દરમિયાન મોદીને મળવાની વાત કરી હતી, પરંતુ ભારતે ક્યારેય તેની પુષ્ટિ કરી ન હતી. ભારતીય અધિકારીઓએ સ્પષ્ટતા કરી હતી કે પીએમ મોદી બે મોટા રાજકીય ઉમેદવારો ટ્રમ્પ અને હેરિસમાંથી કોઈને પણ મળશે નહીં. જેથી કરીને એવો કોઈ સંદેશ ન જાય કે ભારત અમેરિકાની ચૂંટણીમાં પક્ષ લઈ રહ્યું છે.
-> અમેરિકન રાજકારણમાં દખલ ન કરવાનો પ્રયાસ :- ટ્રમ્પને ન મળવાના નિર્ણય પાછળનું એક કારણ એ હતું કે 2019માં “હાઉડી મોદી” અને 2020માં “નમસ્તે ટ્રમ્પ” કાર્યક્રમો પછી, એવી ધારણા બંધાઇ હતી કે ભારત ડોનાલ્ડ ટ્રમ્પને સમર્થન આપી રહ્યું છે. જો કે, આ વખતે ભારતે ચૂંટણીના માહોલથી પોતાને દૂર રાખ્યુ છે અને ગત વખતની જેમ રાષ્ટ્રપતિ પદના કોઈ ઉમેદવારને ન મળીને જાણતા-અજાણતા ચૂંટણી પ્રભાવિત ન થાય તે વાતનો પુરેપુરો ખ્યાલ રાખ્યો છે.
બીજી તરફ રાષ્ટ્રપતિની ચૂંટણીને કારણે ટ્રમ્પ અને કમલા હેરિસ બંને પોતપોતાના પ્રચારમાં વ્યસ્ત હતા, જેના કારણે તેમને મળવાનો સમય પણ ન મળી શક્યો. તાજેતરની મુલાકાત દરમિયાન, ભારતીય અધિકારીઓએ સુનિશ્ચિત કર્યું કે ભારતની નીતિ તટસ્થ રહે અને અમેરિકન રાજકારણમાં હસ્તક્ષેપનો કોઈ સંકેત ન મળે.