મહારાષ્ટ્રમાં ફર્ટિલાઇઝર પ્લાન્ટમાં ગેસ લીક થતાં 3નાં મોત, 9 ઘાયલ
સુનિતા વિલિયમ્સ ધરતી પર ક્યારે પરત ફરે છે તેની સૌ કોઇ આતુરતાથી રાહ જોઇ રહ્યા છે.. બોઇંગ સ્ટારલાઇનરમાં ટેકનિકલ ખામી આવી હોવાથી સુનિતા વિલિયમ્સની અંતરિક્ષ યાત્રા લંબાઇ ગઇ છે. સુનિતા વિલિયમ્સ 5 જૂન, 2024થી સહકર્મી એસ્ટ્રોનોટ બુચ વિલમોર સાથે અંતરિક્ષ સ્ટેશન પર છે. આ દરમ્યાન એક ગૌરવ લેવા જેવી ખબર સામે આવી છે.. સુનિતા વિલિયમ્સને આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશનની કમાન સોંપવામાં આવી છે. માનવામાં આવે છે કે સુનિતા વિલિયમ્સ ફેબ્રુઆરી 2025માં ધરતી પર પરત ફરશે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અમેરિકી સ્પેસ એજન્સી NASA એ જાહેરાત કરી છે કે રશિયન કોસ્મોનોટ ઓલેક કોનોનેન્કોએ અંતરિક્ષ સ્ટેશનની કમાન વિલિયમ્સને સોંપી છે. આને લઈને અંતરિક્ષ સ્ટેશન પર એક નાનો કાર્યક્રમ પણ યોજાયો હતો. અંતરિક્ષમાં 374 દિવસ વિતાવ્યા પછી, કોનોનેન્કો, રશિયાના નિકોલાઈ ચુબ અને અમેરિકી અંતરિક્ષ યાત્રી ટ્રેસી સી ડાયસન ધરતી પર પરત ફરી આવ્યા છે. ડાયસન 6 મહિના સુધી અંતરિક્ષમાં રહ્યા.
બે રશિયન અને એક અમેરિકી નાગરિકને લઈને સોયૂઝ કેપ્સૂલ સોમવારે કઝાકિસ્તાનમાં ઉતર્યું. આ સાથે જ રશિયાના બંને અંતરિક્ષ યાત્રીઓની લાંબી યાત્રા પૂર્ણ થઈ. ISSમાંથી અલગ થવાના લગભગ સાડા ત્રણ કલાક પછી કેપ્સૂલ કઝાકિસ્તાનના મેદાનમાં ઉતર્યું. ધરતી પર વાપસીના અંતિમ તબક્કામાં લાલ અને સફેદ પેરાશૂટ ખૂલતા આ કેપ્સૂલ લગભગ 7.2 મીટર પ્રતિ સેકન્ડની ગતિએ ઉતર્યું.
–> સુનિતા વિલિયમ્સે બીજી વખત સંભાળી કમાન :- આ પહેલા લગભગ 12 વર્ષ પહેલા, એટલે કે 2012માં એક્સ્પિડિશન 33 દરમિયાન વિલિયમ્સે સ્પેસ સ્ટેશનની કમાન સંભાળી હતી. સ્પેસ સ્ટેશનની કૅપ્ટન તરીકે ભારતીય મૂળની આ અંતરિક્ષ યાત્રિની પાસે ઘણા મહત્વપૂર્ણ ઓપરેશન અને વૈજ્ઞાનિક સંશોધનનું કામ રહેશે. કાર્યક્રમ દરમિયાન વિલિયમ્સે કહ્યું, “એક્સ્પિડિશન 71એ અમને ઘણી બધી વસ્તુઓ શિખવી છે… તમે મને અને બુચને અપનાવ્યા, જ્યારે આ યોજના નો ભાગ પણ ન હતો, તમે પરિવારના સભ્યોની જેમ અમારું સ્વાગત કર્યું.”