મહારાષ્ટ્રમાં ફર્ટિલાઇઝર પ્લાન્ટમાં ગેસ લીક થતાં 3નાં મોત, 9 ઘાયલ
હાલના દિવસોમાં તિરુપતિ લાડુ પ્રસાદની મિલાવટ અંગે વિવાદ ચાલી રહ્યો છે. આ લાડુમાં પ્રાણીની ચરબી અને ફિશ ઓઇલની ફરિયાદો મળી આવી છે. તેમ છતાં, લાડુના વેચાણમાં કોઈ ઘટાડો થયો નથી. આંધ્ર પ્રદેશના શ્રી વેંકટેશ્વર મંદિરમાં દરરોજ 60,000 ભક્તો પહોંચી રહ્યા છે. મંદિર વહીવટ મુજબ, છેલ્લા ચાર દિવસમાં 14 લાખ તિરુપતિ લાડુ વેચવામાં આવ્યા છે. જેમાં 19 સપ્ટેમ્બરે 3.59 લાખ, 20 સપ્ટેમ્બરે 3.17 લાખ, 21 સપ્ટેમ્બરે 3.67 લાખ અને 22 સપ્ટેમ્બરે 3.60 લાખ લાડુ વેચાયા છે. લાડુ વેચાણનો સરેરાશ આંકડો દરરોજ 3.50 લાખનો છે.
તિરુપતિ લાડુના વિવાદ અને તેની વેચાણ પર અસર ન થવા અંગે ભક્તોએ પણ પોતાનો અભિપ્રાય આપ્યો છે. ભક્તોનું કહેવું છે કે “અમારી શ્રદ્ધા ને એટલી સરળતાથી દુર ન થઇ શકે”. ત્યાં હાજર કેટલાક અન્ય ભક્તોએ કહ્યું કે તિરુપતિ લાડુ પ્રસાદનો વિવાદ હવે ઈતિહાસની વાત બની ચુક્યો છે. નોંધનીય છે કે આ મંદિરમાં દરરોજ 3 લાખ લાડુ બનાવવામાં આવે છે. ત્યાં પહોંચતા ભક્તો આ લાડુઓને ખરીદવા માટે ઉત્સાહી હોય છે. ઘણી વખત આ ભક્તો લાડુ પોતાના મિત્રો અને સગાંઓને આપવા માટે પણ લઈ જાય છે.
જો તિરુપતિ લાડુના ઘટકોની વાત કરીએ તો તેમાં ચણા, ગાયનું ઘી, ખાંડ, કાજુ, કિસમિસ અને બદામ નાખવામાં આવે છે. દરરોજ આશરે 15,000 કિલો ઘી લાડુ બનાવવા માટે વપરાય છે. આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ આરોપ મૂક્યો હતો કે પૂર્વવર્તી YSRCP શાસન દરમિયાન તિરુપતિના લાડુ બનાવવામાં જે ઘી વપરાયું હતું તેમાં પ્રાણીઓની ચરબી હતી. રાજ્ય સરકારે આ મામલે તપાસ માટે વિશેષ તપાસ દળની રચના કરી છે.