ન્યૂયોર્કમાં ભારતીય પ્રવાસીઓને સંબોધિત કરતી વખતે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે નિયતિ મને રાજકારણમાં લાવી, મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું કે એક દિવસ હું મુખ્યમંત્રી બનીશ. વડાપ્રધાન મોદીએ કહ્યું મારા જીવનનો એક ભાગ એવો હતો જેમાં હું ઘણા વર્ષો સુધી દેશમાં ભટકતો રહ્યો. આ સમય દરમિયાન, હું જ્યાં ભોજન મળે ત્યાં જમી લેતો, અને જ્યાં સૂવા માટે જગ્યા મળતી ત્યાં સૂઈ જતો..
પીએમ મોદીએ કહ્યું કે એક સમય હતો જ્યારે મેં કંઈક બીજું કરવાનું નક્કી કર્યું હતું, પરંતુ નિયતિ મને રાજકારણમાં લઈ ગઈ. મેં ક્યારેય વિચાર્યું નહોતું કે એક દિવસ હું સીએમ બનીશ, જ્યારે હું મુખ્યમંત્રી બન્યો ત્યારે સૌથી વધુ સમય સુધી સેવા આપનાર મુખ્યમંત્રી રહ્યો.. હું 13 વર્ષ સુધી મુખ્યમંત્રી રહ્યો, પછી પીએમ બન્યો. દેશની જનતાએ ભારે વિશ્વાસ સાથે મને ત્રીજી ટર્મ સોંપી છે. હું ત્રણ ગણી જવાબદારી સાથે આગળ વધી રહ્યો છું.
-> ભારત ઊર્જા અને સપનાઓથી ભરેલું છે :- ભારત વિશ્વના સૌથી યુવા દેશોમાંનો એક છે, ભારત ઊર્જા અને સપનાઓથી ભરેલું છે. ભારત દરરોજ નવા રેકોર્ડ બનાવી રહ્યું છે. દરરોજ નવા સમાચાર પ્રાપ્ત થાય છે. આજે જ સારા સમાચાર મળ્યા છે, ભારતને મેન્સ અને વિમેન્સ ચેસ ઓલિમ્પિયાડમાં ગોલ્ડ મેડલ મળ્યો છે. લગભગ 100 વર્ષના ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું છે કે, છેલ્લા 10 વર્ષમાં ભારતમાં કરોડો લોકોને વીજળીના કનેક્શન મળ્યા, કરોડો શૌચાલય બન્યા.
-> 2014માં ભારતમાં માત્ર 5 શહેરોમાં જ મેટ્રો હતી :- PM મોદીએ કહ્યું, “ભારતના લોકો માત્ર રેલ કનેક્ટિવિટી જ નહીં, પરંતુ હાઇ સ્પીડ કનેક્ટિવિટી ઇચ્છે છે, ભારતના દરેક શહેરમાં મેટ્રો દોડાવવાની અપેક્ષા છે, દેશના દરેક નાગરિક અને ગામ-શહેરને શ્રેષ્ઠ સુવિધાઓ મળે તેવું ઇચ્છું છું. 2014 માત્ર 5 ભારતના શહેરોમાં મેટ્રો હતી, આજે 23 શહેરોમાં મેટ્રો છે, ભારત વિશ્વમાં બીજા નંબરનું સૌથી મોટું મેટ્રો નેટવર્ક ધરાવે છે, 2014માં 70 શહેરોમાં એરપોર્ટ હતા અને આજે 2014માં 100 છે. 2 લાખથી ઓછી ગ્રામ પંચાયતોમાં બ્રોડબેન્ડ કનેક્ટિવિટી હતી, આજે 2 લાખથી વધુ પંચાયતો પાસે આ સુવિધા છે.