“દાઉદ ઈબ્રાહિમની જાનથી મારી નાખવાની ધમકીઓને કારણે ભારત છોડ્યું”: લલિત મોદી
અમેરિકામાં રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે મોટું એલાન કર્યુ છે.. તેમણે કહ્યું છે કે જો તેઓ આ ચૂંટણીમાં હારી જશે તો તેઓ ફરી ચૂંટણી નહીં લડે. ડોનાલ્ડ ટ્રમ્પે આ વાત એક પત્રકાર દ્વારા પૂછવામાં આવેલા સવાલના જવાબમાં કહી હતી. મહત્વનું છે આ વખતે ચૂંટણીમાં ટ્રમ્પનો સામનો હાલના ઉપરાષ્ટ્રપતિ અને ડેમોક્રેટ ઉમેદવાર કમલા હૅરિસ સાથે છે. જો બાઈડેન પહેલેથી જ રેસમાંથી નામ પાછું ખેંચી ચૂક્યા છે.
રોયટર્સ સાથેની વાતચીતમાં ટ્રમ્પે જણાવ્યું કે જો તેઓ 5 નવેમ્બરની ચૂંટણીમાં હારશે, તો તેઓ આગામી ચૂંટણી નહીં લડે.. એક ઈન્ટરવ્યુ દરમ્યાન જ્યારે ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે જો આ વખતે તેઓ હારશે, તો ચોથી વખત ચૂંટણી રેસમાં સામેલ થશે કે નહીં. જેના જવાબમાં તેમણે કહ્યું, “ના, મને નથી લાગતું.. મને લાગે છે કે હવે નહીં. જો કે મને એવું થતું( હું હારુ તેવું) નથી દેખાતું. આશા છે કે અમે સફળ થઈશું.”
-> 2020માં કરી ચૂક્યા છે હારનો સામનો :- સંવત 2020માં ટ્રમ્પને બાઈડેન સામે હારનો સામનો કરવો પડ્યો હતો. તે પહેલાં 2016માં તેમણે ડેમોક્રેટ ઉમેદવાર હિલેરી ક્લિન્ટનને હરાવી હતી.
-> શું થઈ રહી છે એક વધુ ચર્ચાની તૈયારી :- ડેમોક્રેટ ઉમેદવાર હૅરિસે કહ્યું છે કે તેઓ ટ્રમ્પ સાથે ફરીથી ચર્ચા કરવા માંગે છે. શુક્રવારે એક રેલી દરમિયાન કહ્યું, “હું ટ્રમ્પ સાથે વધુ એક ચર્ચાની કોશિશ કરી રહી છું.” 10 સપ્ટેમ્બરે એબીસી ન્યૂઝ દ્વારા પ્રસારિત પહેલી ચર્ચામાં ટ્રમ્પ અને હૅરિસ વચ્ચે ટકરાવ થયો હતો. ચર્ચા જોનારા સીએનએનના સર્વેમાં જાણવા મળ્યું કે 63 ટકા લોકોને લાગ્યું કે હૅરિસે ટ્રમ્પ કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું.
-> અમેરિકામાં મતદાનની પ્રક્રિયા શરૂ :- અમેરિકામાં આ વર્ષે થનારી રાષ્ટ્રપતિ ચૂંટણી માટે વ્યક્તિગત રીતે મતદાન શુક્રવારે શરૂ થયું. સાથે જ રાજકીય ઊથલપાથલના સમયમાં ચૂંટણી દિવસ સુધી છ સપ્તાહની દોડની શરૂઆત થઈ ગઈ છે. મિનેસોટા, સાઉથ ડકોટા અને વર્જિનિયામાં મતદારો મતદાન કરવા માટે કતારમાં ઉભા જોવા મળ્યા. આ એવા રાજ્ય છે જ્યાં સૌથી પહેલા વ્યક્તિગત રીતે મતદાનની શરૂઆત થઈ છે. ઓક્ટોબરના મધ્ય સુધીમાં અંદાજે એક ડઝન રાજ્ય વધુ મતદાન કરશે.