આરોપોને લઇને કેનેડા ફરીએકવાર શરમજનક સ્થિતિમાં મુકાયું, ટ્રુડોએ સ્વીકાર્યુ કોઇ પૂરાવા નથી
બોલિવૂડના જાણીતા અભિનેતા પ્રવીણ દબાસ શનિવારે સવારે કાર અકસ્માતનો શિકાર બન્યા હતા જેમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ગંભીર રીતે ઘાયલ અભિનેતાને મુંબઈના બાંદ્રાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે જ્યાં તેને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યો છે. હોસ્પિટલમાં તેમની સાથે તેમની પત્ની અને પ્રખ્યાત અભિનેત્રી પ્રીતિ ઝાંગિયાની હાજર
આ અકસ્માત શનિવારે (21 સપ્ટેમ્બર) થયો હતો. મુંબઈમાં અકસ્માત થયો તે સમયે પ્રવીણ પોતે કાર ચલાવી રહ્યો હતો. અકસ્માતના સમાચાર મળતા જ તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હાલમાં તેમની પત્ની પ્રીતિ ઝાંગિયાણી તેમની સાથે હોસ્પિટલમાં હાજર છે. ડોક્ટરો તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી આવી નથી. પરંતુ પ્રવીણ દબાસની ટીમ દ્વારા મીડિયામાં નિવેદન જારી કરવામાં આવ્યું છે.
-> અભિનેતાની ટીમ તરફથી નિવેદન :- સ્પોર્ટ્સ ટીમ પ્રો પંજા લીગ દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “અમને એ જણાવતા દુઃખ થાય છે કે પ્રો પંજા લીગના સહ-સ્થાપક અને પ્રખ્યાત બોલિવૂડ અભિનેતા પ્રવીણ દબાસ હાલમાં બાંદ્રાની હોલી ફેમિલી હોસ્પિટલના આઈસીયુમાં દાખલ છે. તેઓ કારમાં ઘાયલ થયા હતા. શનિવારની સવારે અકસ્માત થયો અને હાલમાં તે અને તેના પરિવાર માટે આ મુશ્કેલ સમય છે અને અમે આ સમયે તેમની સાથે છીએ. એક મીડિયા રિપોર્ટમાં પ્રીતિ ઝાંગિયાની વતી કહેવામાં આવ્યું છે કે ડોક્ટર્સ સીટી સ્કેન અને વિવિધ મેડિકલ ટેસ્ટ કરી રહ્યા છે અને પ્રવીણ તેમની દેખરેખ હેઠળ છે. હાલમાં તે વધારે હલનચલન કરી શકતો નથી.
-> પ્રવીણ દબાસ ફિલ્મો :- તમને જણાવી દઈએ કે, પ્રવીણ ડબાસે ઘણી હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે. જેમાં ‘દિલ્લગી’, ‘મોન્સૂન વેડિંગ’, ‘ખોસલા કા ઘોસલા’, ‘રાગિની એમએમએસ 2’ જેવી ઘણી ફિલ્મોના નામ સામેલ છે. તે છેલ્લે ‘શર્મા જી કી બેટી’ (2024)માં જોવા મળ્યો હતો. પ્રીતિ ઝાંગિયાની શાહરૂખ ખાન-અમિતાભ બચ્ચનની ફિલ્મ મોહબ્બતેં (2000)માં જોવા મળી હતી.