મહારાષ્ટ્રમાં ફર્ટિલાઇઝર પ્લાન્ટમાં ગેસ લીક થતાં 3નાં મોત, 9 ઘાયલ
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યુએસ મુલાકાત પહેલા, ન્યૂયોર્કમાં BAPS સ્વામિનારાયણ મંદિરની બહાર આપત્તિજનક લખાણ અને ભારત વિરોધી સૂત્રો લખવામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર સામે આવેલા ફૂટેજ મુજબ, મંદિરની સડક અને પ્રતિક ચિન્હો પર સ્પ્રે પેઇન્ટ વડે વાંધાજનક શબ્દો લખવામાં આવ્યા છે. આ ઘટના ન્યુયોર્ક સિટીના મેલવિલેમાં બની છે. ભારતીય કોન્સ્યુલેટે આ ઘટના સામે સખત વાંધો વ્યક્ત કર્યો છે. ભારતે આ ઘૃણાસ્પદ ઘટનામાં આરોપીઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરવા અંગે યુએસ કાયદા અમલીકરણ અધિકારીઓ સમક્ષ મુદ્દો ઉઠાવ્યો છે.
ન્યૂયોર્કમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસે સોમવારે એક્સ પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, ન્યૂયોર્કના મેલવિલેમાં BAPS સ્વામિનારાયણ મંદિરની પાસે સાંકેતિક બોર્ડ સાથે છેડછાડની ઘટના અસ્વીકાર્ય છે. પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે કોન્સ્યુલેટ ‘સમુદાયના સંપર્કમાં છે અને આ ઘૃણાસ્પદ કૃત્યના ગુનેગારો સામે તાત્કાલિક પગલાં લેવા માટે કાયદા અમલીકરણ એજન્સીઓના અધિકારીઓ સમક્ષ મામલો ઉઠાવ્યો છે.
-> પીએમ મોદી 21 સપ્ટેમ્બરે અમેરિકા પહોંચશે :- પીએમ મોદી સપ્ટેમ્બર મહિનામાં ત્રણ દિવસના અમેરિકા પ્રવાસ પર જઈ રહ્યા છે. PM મોદીની યુએસ મુલાકાત 21, 22 અને 23 સપ્ટેમ્બરે યોજાવાની છે જશેમેલવિલે સફોક કાઉન્ટી, લોંગ આઇલેન્ડમાં સ્થિત છે અને નાસાઉ વેટરન્સ મેમોરિયલ કોલિઝિયમથી લગભગ 28 કિલોમીટર દૂર છે, જ્યાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી 22 સપ્ટેમ્બરે એક સમુદાયના કાર્યક્રમને સંબોધિત કરવાના છે.
-> હિન્દુ સંગઠનોએ કડક કાર્યવાહીની માંગ કરી હતી :- આ ભારત વિરોધી ઘટના બાદ BAPSએ કહ્યું કે, અમે દુખી છીએ કે ફરી એકવાર નફરત અને અસહિષ્ણુતા વચ્ચે શાંતિની અપીલ કરવી પડી છે. ગઈકાલે રાત્રે ન્યુયોર્કના સ્વામિનારાયણ મંદિરમાં નફરત ફેલાવનારા સંદેશાઓ ઉપરાંત તોડફોડ કરવામાં આવી હતી. કમનસીબે, ઉત્તર અમેરિકામાં આ એક અલગ ઘટના નથી. હિન્દુ મંદિરોમાં આવી અપવિત્ર ઘટનાઓ બનતી આવી છે. સ્વામિનારાયણ મંદિર આ ઘટનાની સખત નિંદા કરે છે. આ ઘટના બાદ હિંદુ અમેરિકન ફાઉન્ડેશને ‘X’ પર એક પોસ્ટમાં કહ્યું કે ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ અને ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીએ આ ઘટનાની તપાસ કરવી જોઈએ.