Breaking News :

મહારાષ્ટ્રમાં ફર્ટિલાઇઝર પ્લાન્ટમાં ગેસ લીક ​​થતાં 3નાં મોત, 9 ઘાયલ

જ્યાં સુધી પરિણામ ન આવે ત્યાં સુધી મતગણતરી કેન્દ્ર છોડશો નહીં , શરદ પવારની ઉમેદવારોને સલાહ

મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી ? જાણો મહાયુતિ અને મહાવિકાસ અઘાડીમાં કોણ-કોણ દાવેદારો

આરોપોને લઇને કેનેડા ફરીએકવાર શરમજનક સ્થિતિમાં મુકાયું, ટ્રુડોએ સ્વીકાર્યુ કોઇ પૂરાવા નથી

ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ સામે ધરપકડ વોરંટ જારી કર્યુ

મતગણતરી પહેલા ઉદ્ધવ ઠાકરેએ વીડિયો કોન્ફરન્સ કરી ઉમેદવારોને આપ્યા નિર્દેશ

છત્તીસગઢમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં 10 માઓવાદી ઠાર

સોમનાથ ટ્રસ્ટ દ્વારા સિવિલ હોસ્પિટલના દર્દીઓ અને તેમના સંબંધીઓ માટે નિઃશુલ્ક ટિફિન સેવા શરૂ કરવામાં આવી

સૌરાષ્ટ્ર,ઉત્તર ગુજરાતને રવી સિઝન માટે 30,504 MCFT વધારાનું નર્મદા સિંચાઈનું પાણી મળશે

શાહરૂખ ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપનાર વ્યક્તિએ અભિનેતાની હિલચાલને ઑનલાઇન ટ્રેક કરી

Amazing World : વિશ્વનું એક એવું અનોખું મંદિર જ્યાં શિવજી પર થાય છે જીવતા કરચલાનો અભિષેક

Spread the love

ગુજરાતમાં મહાદેવનું એક એવું અનોખું મંદિર જ્યાં જીવતા કરચલાનો અભિષેક કરવામાં આવે છે સુરતમાં આવેલું આ મહાદેવનું મંદિર કંઇક અનોખું જ છે જ્યાં શિવલિંગ પર દૂધ, પાણી, ફૂલ અને તાલ ની સાથે જીવતા કરચલાનો અભિષેક કરવમ આવે છે રામનાથ ઘેલા મહાદેવને આ કરચલા અર્પણ થાય છે

Buletinindia Live

આપણા ગુજરાતમાં મહાદેવનું એક એવું અનોખું મંદિર આવેલું છે.  જ્યાં જીવતા કરચલાનો અભિષેક કરવામાં આવે છે. આ સાંભળી ને આપણને થોડુક અજુકતું લાગશે કેમ કે સામાન્ય રીતે આપણે શિવલિંગ પર ફૂલ, દુધ, જળ અને તલ જેવા પદાર્થોનો અભિષેક કરતા હોય છે પરંતુ સુરતમાં આવેલું આ મહાદેવનું મંદિર કંઇક અનોખું જ છે

ચાલો આપણે જાણીએ કયું છે આ મંદિર ???

આ અનોખું શિવ મંદિર સુરતના ઉમરગામમાં આવેલુ છે અને તેનું નામ છે રામનાથ ઘેલા શિવ મંદિર

અત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ત્યારે ભક્તો માં અનેરો ઉત્સાહ જોવા મળે છે અને ભગવાન શિવના ભક્તો મહાદેવના અલગ અલગ મંદિરમાં જઈ ને દર્શન કરતા હોય છે. દરેક મંદિર નું પોતાનું એક અલગ મહત્વ હોય  છે અને પૂજા કરવાની રીતો પણ અલગ હોય  છે તો આવું જ એક અનોખું મંદિર આપણા ગુજરાતના સુરત શહેરમાં આવેલું છે. જ્યાં શિવલિંગ પર દૂધ, પાણી, ફૂલ અને તાલ ની સાથે જીવતા કરચલાનો અભિષેક કરવમ આવે છે

આ અનોખું શિવ મંદિર સુરતના ઉમરગામમાં આવેલુ છે અને તેનું નામ છે રામનાથ ઘેલા શિવ મંદિર

રામનાથ ઘેલા મહાદેવને આ કરચલા શા માટે અર્પણ થાય છે, તેની સાથે એક રોચક દંતકથા જોડાયેલી છે. કહે છે કે વનવાસે નીકળેલા શ્રીરામ આ ભૂમિ પર પધાર્યા ત્યારે તેમને તેમના પિતા રાજા દશરથ ના મૃત્યુના સમાચાર મળ્યા. ત્યારે તેમેણે તાપી નદીના કિનારે તર્પણવિધિ કરવાનો નિર્ણય કર્યો હતો. શ્રીરામે તે સમયે ભૂમિ પર બાણ ચલાવ્યું અને તે સાથે જ ધરતીમાંથી શિવલિંગનું પ્રાગટ્ય થયું. આ અદભુત શિવલિંગ જોઈ પ્રભુ રામજી ખૂબ જ ઘેલા થઈ ગયા અને એટલે જ મહાદેવ અહીં ‘રામનાથઘેલા’ તરીકે પ્રસિદ્ધ થયા. તેમજ પોષ વદ અગિયારસનો દિવસ એ રામનાથઘેલા મહાદેવનો પ્રાગટ્ય દિવસ મનાય છે અને એ જ દિવસે વર્ષમાં એકવાર ભક્તો તેમને જીવિત કરચલા અર્પણ કરે છે!

મહેશ્વરના પ્રાગટ્ય બાદ પિતાની તર્પણવિધિ માટે શ્રીરામને એક બ્રાહ્મણની જરૂર પડી. કહે છે કે ત્યારે સ્વયં દરિયાદેવ બ્રાહ્મણનું રૂપ લઈ તર્પણવિધિ કરવા પધાર્યા. તે ભરતીનો દિવસ હોઈ દરિયાદેવની સાથે અસંખ્ય દરિયાઈ જીવો અને વિશેષ તો કરચલા પણ શિવલિંગ પર ખેંચાઈ આવ્યા. 

બસ એ દિવસથી આ એક જ દિવસે શિવલિંગ પર જીવતા કરચાલાનો અભિષેક કરવામાં આવે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે


Spread the love

Read Previous

હરિયાણામાં ઇલેક્શન પહેલા ભાજપને વધુ એક ફટકો, આદિત્ય ચૌટાલા INLDમાં જોડાયા

Read Next

09 સપ્ટેમ્બર 2024: વૃશ્ચિક રાશિના જાતકોનું આજે સમાજમાં માન-સમ્માન અને પ્રતિષ્ઠા વધશે, જાણો અન્ય રાશિના જાતકોનો દિવસ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular

Follow On Instagram