ખાલિસ્તાન સમર્થકોએ કેનેડાના નાગરિકોને “ઘુસણખોર”કહીને દેશ છોડવાની માંગ કરી
અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતગણતરી ચાલુ છે. જો કે હવે ચિત્ર સ્પષ્ટ છે કે ટ્રમ્પ અમેરિકાના આગામી રાષ્ટ્રપતિ હશે. આ દરમિયાન એક મહિલાની સ્ટોરી ખૂબ વાયરલ થઈ રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પની હોટલમાં કામ કરતી મેરિસેલા ઓલ્વેરા ઉત્તર લાસ વેગાસમાં લોકોના ઘરે જઈને ટ્રમ્પના હરીફ કમલા હેરિસ માટે વોટ માંગતી જોવા મળી હતી. હવે ટ્રમ્પ જીતી ગયા છે અને સવાલ ઉઠી રહ્યો છે કે તે મહિલાનું શું થશે. શું તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવશે?
શું છે ઘટના ?
ક્યુલિનરી વર્કર્સ યુનિયનના સભ્ય મેરિસેલા ઓલ્વેરા 12 વર્ષથી અમેરિકી ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર અને પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની હોટલમાં કામ કરી રહી છે. મેરિસેલા ચૂંટણીના આગલા દિવસે લોકો સાથે વાત કરી રહી હતી. જો કે, મેરિસેલા તેના બોસ ડોનાલ્ડ ટ્રમ્પ માટે નહીં પરંતુ તેના ચૂંટણી પ્રતિસ્પર્ધી કમલા હેરિસને મતદાન કરવાની વાત કરી રહી હતી.
મારીસેવા ઓલ્વેરાએ કમલા હેરિસ વિશે શું કહ્યું ?
52 વર્ષીય ઓલ્વેરાએ કહ્યું, ‘કમલા હેરિસ આજે જે સ્થાન પર છે તે સ્થાન પર પહોંચવા માટે તેઓએ ખુબ સંઘર્ષ કર્યો છે. . તે ભાવિ રાષ્ટ્રપતિ બની શકે છે હું ઇચછું છું કે મારા બાળકો જુએ કે તમે કેટલા વિનમ્ર છો..તમે ક્યાંથી આવો છો તેનાથી કોઇ ફરક નથી પડતો મહત્વનું એ છે કે તમારો જન્મ યુનાઇટેડ સ્ટેટ્સ જેવા વિશેષાધિકૃત દેશમાં થયો છે.
મારિસેલા ઓલ્વેરા 14 વર્ષની ઉમરમાં મેક્સિકન રાજ્ય ગુઆનજુઆટોથી પોતાના માતા-પિતા સાથે સેલિનાસ ગઇ હતી. જ્યાં તેના તેના પિતા એક બ્રેસેરો હતા, જે બાદ તે વર્ષ 2010માં પોતાના બે બાળકો સાથે લાસ વેગાસ ગઇ, અને ત્યાં બે વર્ષ બાદ તેમને ટ્રંપની હોટલમાં કામ પર રાખવામાં આવ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે.