ખાલિસ્તાન સમર્થકોએ કેનેડાના નાગરિકોને “ઘુસણખોર”કહીને દેશ છોડવાની માંગ કરી
ઉત્તરાખંડમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં ઉત્તરાખંડના અલ્મોડામાં સોમવારે સવારે એક પેસેન્જર બસ ખીણમાં ખાબકતા 15થી વધુના મોતના અહેવાલ છે જ્યારે અનેક મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. આ અકસ્માત અલ્મોડાના કુપી પાસે થયો હતો. બસમાં ૩૫ થી વધુ મુસાફરો સવાર હતા. પોલીસના જણાવ્યા અનુસાર મૃત્યુઆંક હજુ વધી શકે છે. SDRFની ટીમ રાહત કાર્યમાં લાગેલી છે.
મળતી વિગતો અનુસાર બસ કિનાથથી રામનગર જઈ રહી હતી. કુપીની નજીક ડ્રાઈવરે બસ પરનો કાબૂ ગુમાવ્યો હતો ને મુસાફરોથી ભરેલ બસ લગભગ 150 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી. નદીના કિનારે ખાબકેલી આ બસમાં સવાર 22 લોકોનાં મોત થયાના અહેવાલ છે. જયારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. બચાવ કામગીરી હજી ચાલુ છે. ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.આ બસ દુર્ઘટનાનું કારણ હજી જાણી શકાયુ નથી. પ્રારંભિક ધોરણે બસ ડ્રાઈવરે પોતાનું નિયંત્રણ ગુમાવતા આ દુર્ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે