ખાલિસ્તાન સમર્થકોએ કેનેડાના નાગરિકોને “ઘુસણખોર”કહીને દેશ છોડવાની માંગ કરી
બુલેટિન ઈન્ડિયા અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) અને જિંદાલ અર્બન વેસ્ટ મેનેજમેન્ટ લિમિટેડ દ્વારા પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ (પીપીપી) મોડેલ હેઠળ સ્થાપવામાં આવેલી ૧૫ મેગાવોટ/કલાકની વેસ્ટ ટુ પાવર જનરેશન ફેસિલિટીનું આજે અહીંના પીપલાજ ખાતે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અહીં દૈનિક 1,000 મેટ્રિક ટન કચરાનું પ્રોસેસિંગ કરવામાં આવશે, જેથી 15 મેગાવોટ વીજળી/કલાક ઉત્પન્ન કરી શકાય.
આરડીએફ આધારિત માર્ટિન રિવર્સ ગ્રેટ ફાયરીંગ ટેકનોલોજીની મદદથી બોઇલરમાં મ્યુનિસિપલ કચરાના ઇનસિનેરેશન મારફતે ૬૫ ટીપીએચ વરાળ ઉત્પન્ન કરવા માટે આ પ્લાન્ટમાં દરરોજ કચરાની પ્રક્રિયા કરવામાં આવશે. આ સ્ટીમ ટર્બાઇનનો ઉપયોગ કરીને દર કલાકે ૧૫ મેગાવોટ વીજળી ઉત્પન્ન કરશે. આ પ્લાન્ટ આસપાસ 375 કરોડ રૂપિયાના ખર્ચે સ્થાપિત કરવામાં આવ્યો છે.