કેરળના કાસરગોડ જિલ્લાના નીલેશ્વરમમાં સોમવારે મોડી રાત્રે એક મોટી દુર્ઘટના ઘટી હતી. અહીં ફટાકડામાં આગ લાગ્યા બાદ થયેલા વિસ્ફોટને કારણે લગભગ 98 લોકો ઘાયલ થયા છે, જ્યારે 8ની હાલત ગંભીર છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.ઘટનાની જે વિગતો સામે આવી છે તે અનુસાર સોમવારે મોડી રાત્રે કેરળના કાસરગોડમાં નિલેશ્વર નજીક મંદિર ઉત્સવ દરમિયાન ફટાકડા ફોડવામાં આવી રહ્યા હતા. પછી આ ઘટના બની અને લગભગ 98 લોકો ઘાયલ થયા. ઘાયલોને કાસરગોડ, કન્નુર અને મેંગલુરુની વિવિધ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
એવુ માનવામાં આવી રહ્યું છે કે વીરકાવુ મંદિર પાસે ફટાકડા સ્ટોરેજ ફેસિલિટીમાં આગ ફાટી નીકળતાં આ દુર્ઘટના સર્જાઇ હતી.. અધિકારીઓ આગના કારણની તપાસ કરી રહ્યા છે.સ્થાનિક મીડિયાએ જણાવ્યું કે કન્હનગઢ જિલ્લા હોસ્પિટલમાં દાખલ પાંચ લોકોની હાલત ગંભીર છે. માતૃભૂમિ અખબારે અહેવાલ આપ્યો છે કે 33 લોકોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 19 લોકોને કન્હનગઢની ઐશલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે 12 લોકોને અરિમાલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ચાલીસ લોકોને સંજીવની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે અન્ય 11 લોકોને નિલેશ્વર તાલુક હોસ્પિટલમાં અને પાંચને કન્નુરની એસ્ટર એમઆઈએમએસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
-> ઘાયલોમાં બાળકો અને મહિલાઓ પણ સામેલ છે :- પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે કાસરગોડ જિલ્લાના નીલેશ્વરમાં મૂલમકુઝી ચામુંડી થેયમ ઉત્સવ ચાલી રહ્યો હતો. આ દરમિયાન લોકો ફટાકડા ફોડી રહ્યા હતા. ફટાકડા દરમિયાન એક ફટાકડો સ્ટોર બિલ્ડિંગમાં પડ્યો હતો. જેના કારણે તેમાં આગ લાગી અને વિસ્ફોટકો એક પછી એક વિસ્ફોટ કરવા લાગ્યા. આગ અને વિસ્ફોટના કારણે અનેક લોકો ઘાયલ થયા હતા. ઘાયલોમાં બાળકો અને મહિલાઓ પણ સામેલ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે.