Breaking News :

સોમનાથ ટ્રસ્ટ દ્વારા સિવિલ હોસ્પિટલના દર્દીઓ અને તેમના સંબંધીઓ માટે નિઃશુલ્ક ટિફિન સેવા શરૂ કરવામાં આવી

સૌરાષ્ટ્ર,ઉત્તર ગુજરાતને રવી સિઝન માટે 30,504 MCFT વધારાનું નર્મદા સિંચાઈનું પાણી મળશે

શાહરૂખ ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપનાર વ્યક્તિએ અભિનેતાની હિલચાલને ઑનલાઇન ટ્રેક કરી

શિવાજી પ્રતિમા ધરાશાયી કેસમાં હાઈકોર્ટે કન્સલ્ટન્ટને જામીન આપ્યા

ભારત અને ઓસ્ટ્રેલિયાએ લશ્કરી વિમાનોના એર-ટુ-એર રિફ્યુઅલિંગ માટે કરાર પર હસ્તાક્ષર કર્યા

ડ્રગ્સ, મેગા લેન્ડ ડીલ : ‘ડિજિટલ અરેસ્ટ’ કૌભાંડમાં અમદાવાદના બિલ્ડર સાથે ₹1 કરોડની છેતરપિંડી

કોર્ટના ઝટકા બાદ રાજસ્થાને દિલ્હીમાં આઇકોનિક બીકાનેર હાઉસને બચાવવાનું પગલું ભર્યું

“પાયાવિહોણા અને નામંજૂર”: અમેરિકન સરકારના વિભાગના અહેવાલ પર અદાણી જૂથ

દિલ્હી ચૂંટણી માટે AAPની પ્રથમ યાદીમાં 11 ઉમેદવારોના નામ જાહેર

રાહુલ ગાંધીએ કહ્યું ગૌતમ અદાણીની ધરપકડ થવી જોઇએ, માધવી બુચ ઉપર પણ કર્યા આક્ષેપ

હરિયાણા, જીત્યા છે ઝારખંડ,મહારાષ્ટ્ર જીતીશું, પછીનું લક્ષ્ય બંગાળઃ અમિત શાહ

Spread the love

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે રવિવારે કોલકાતામાં ભાજપ સભ્યપદ અભિયાનનું ઉદ્ઘાટન કર્યું. તેમણે કહ્યું કે પાર્ટીનું આગામી મોટું લક્ષ્ય પશ્ચિમ બંગાળમાં સરકાર બનાવવાનું છે. અમિત શાહે રાજ્યની બે દિવસીય મુલાકાત દરમિયાન આ વાત કહી.તેમણે કહ્યું, “અમે હરિયાણામાં જીત્યા છીએ. અમે ઝારખંડ અને મહારાષ્ટ્રમાં પણ જીતીશું. ત્યાર બાદ અમારું લક્ષ્ય બંગાળ છે.” ગૃહમંત્રીએ કહ્યું કે જો ભાજપ રાજ્યમાં એક કરોડ સભ્યો એકઠા કરશે તો પાર્ટી સત્તામાં આવશે. રાજ્યમાં આગામી વિધાનસભા ચૂંટણી 2026માં યોજાવા જઈ રહી છે.

-> રાજ્યમાં સુરક્ષાનો પ્રશ્ન :- કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે બાંગ્લાદેશ પશ્ચિમ બંગાળ સાથે આંતરરાષ્ટ્રીય સરહદ વહેંચે છે. અમિત શાહે તૃણમૂલ કોંગ્રેસ સરકાર પર “રાજ્ય પ્રાયોજિત ઘૂસણખોરી”નો આરોપ મૂક્યો.. તેમણે યુવાનોને અપીલ કરી કે જો તેઓ આ ઘૂસણખોરી રોકવા માંગતા હોય તો 2026માં ભાજપની સરકારને ચૂંટે.અમિત શાહે આર.જી.મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મહિલા ડોક્ટર પર બળાત્કાર અને હત્યાના કેસનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું, “પશ્ચિમ બંગાળમાં માતાઓ અને બહેનો સુરક્ષિત નથી. જો ભાજપ સત્તામાં આવશે તો આવા મામલા બંધ થઈ જશે.

-> તૃણમૂલ કોંગ્રેસનો પલટવાર :- દરમિયાન, તૃણમૂલ કોંગ્રેસના નેતા કુણાલ ઘોષે અમિત શાહના આરોપોનો જવાબ આપતા કહ્યું કે આવા નેતાઓ પશ્ચિમ બંગાળમાં માત્ર રાજકીય ભાષણ આપવા આવે છે. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે અમિત શાહે આર.જી હોસ્પિટલ રેપ કેસની પીડિતાના માતા-પિતાને કેમ ન મળ્યા? તૃણમૂલ કોંગ્રેસના નેતાએ કહ્યું કે ભાજપ શાસિત રાજ્યોમાં મહિલાઓ વિરુદ્ધ હિંસાની ઘટનાઓ વારંવાર બની રહી છે પરંતુ તેના પર કોઈ વાત નથી થઈ રહી.


Spread the love

Read Previous

મફત વીજળીની વાત થઇ હતી, તો ખેતરોમાં મીટરો કેમ લગાવાઇ રહ્યા છેઃ રાકેશ ટિકૈત

Read Next

વાયનાડ બેઠક પરની પેટા ચૂંટણીમાં ભુસ્ખલનના પીડિતોના પુનર્વસનનો મુદ્દો અગ્રતા ક્રમે રહેશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular

Follow On Instagram