Breaking News :

સોમનાથ ટ્રસ્ટ દ્વારા સિવિલ હોસ્પિટલના દર્દીઓ અને તેમના સંબંધીઓ માટે નિઃશુલ્ક ટિફિન સેવા શરૂ કરવામાં આવી

સૌરાષ્ટ્ર,ઉત્તર ગુજરાતને રવી સિઝન માટે 30,504 MCFT વધારાનું નર્મદા સિંચાઈનું પાણી મળશે

શાહરૂખ ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપનાર વ્યક્તિએ અભિનેતાની હિલચાલને ઑનલાઇન ટ્રેક કરી

શિવાજી પ્રતિમા ધરાશાયી કેસમાં હાઈકોર્ટે કન્સલ્ટન્ટને જામીન આપ્યા

ભારત અને ઓસ્ટ્રેલિયાએ લશ્કરી વિમાનોના એર-ટુ-એર રિફ્યુઅલિંગ માટે કરાર પર હસ્તાક્ષર કર્યા

ડ્રગ્સ, મેગા લેન્ડ ડીલ : ‘ડિજિટલ અરેસ્ટ’ કૌભાંડમાં અમદાવાદના બિલ્ડર સાથે ₹1 કરોડની છેતરપિંડી

કોર્ટના ઝટકા બાદ રાજસ્થાને દિલ્હીમાં આઇકોનિક બીકાનેર હાઉસને બચાવવાનું પગલું ભર્યું

“પાયાવિહોણા અને નામંજૂર”: અમેરિકન સરકારના વિભાગના અહેવાલ પર અદાણી જૂથ

દિલ્હી ચૂંટણી માટે AAPની પ્રથમ યાદીમાં 11 ઉમેદવારોના નામ જાહેર

રાહુલ ગાંધીએ કહ્યું ગૌતમ અદાણીની ધરપકડ થવી જોઇએ, માધવી બુચ ઉપર પણ કર્યા આક્ષેપ

હરિયાણામાં જીત બાદ ભાજપે કોંગ્રેસ હેડક્વાર્ટર પર મોકલી જલેબી, ટ્વીટર પર ઓર્ડરની વિગતોનો મૂક્યો સ્ક્રિન શોટ્

Spread the love

હરિયાણામાં ભાજપે મંગળવારે સતત ત્રીજી વખત ઐતિહાસિક જીત નોંધાવી હતી. જ્યારે તેની ઉજવણી થવા લાગી ત્યારે કોંગ્રેસ હેડક્વાર્ટરમાં એક કિલો જલેબી મોકલવામાં આવી હતી. આ કોઈ મિત્રતા કે ખુશીમાં નહીં પરંતુ રાહુલ ગાંધીને જવાબ તરીકે મોકલવામાં આવી હતી. હકીકતમાં, ગોહાનાની રેલીમાં રાહુલ ગાંધીએ સ્થાનિક મીઠાઈની દુકાનમાંથી જલેબી પર ટિપ્પણી કરી હતી, જે સમગ્ર ચૂંટણી દરમિયાન વાયરલ રહી હતી. ચૂંટણીના પરિણામો પહેલા જ જલેબી સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહી હતી. આ જલેબીને લઈને હુમલાઓ અને વળતા હુમલાઓનો સિલસિલો પણ ચાલુ હતો.હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં જલેબીનો આ મુદ્દો ચર્ચાનો વિષય રહ્યો હતો. હવે જ્યારે કોંગ્રેસ હરિયાણાની ચૂંટણી હારી ગઈ છે, ત્યારે ભાજપ તેમને જલેબીઓ પર ટોણા મારી રહી છે. હરિયાણા ભાજપે એક ટ્વિટ કર્યું છે, જેમાં તેણે રાહુલ ગાંધીના ઘરે જલેબી મોકલવાની વાત કરી છે.

-> રાહુલ ગાંધી જલેબી મામલે ફસાયા :- હરિયાણામાં ભાજપની જીત બાદ પાર્ટીના ટ્વિટર હેન્ડલ પર એક ટ્વિટમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય જનતા પાર્ટી હરિયાણાના તમામ કાર્યકર્તાઓ વતી રાહુલ ગાંધીજીના ઘરે જલેબી મોકલવામાં આવી રહી છે.

-> ભાજપે કનોટ પ્લેસની આ દુકાનમાંથી જલેબી મોકલી હતી :- ખાસ વાત એ છે કે આ ટ્વીટમાં ઓર્ડરની વિગતોનો સ્ક્રીન શોટ પણ જોડવામાં આવ્યો હતો, જેમાં જોઈ શકાય છે કે જલેબીનો ઓર્ડર 24 અકબર રોડ (કોંગ્રેસ મુખ્યાલય) માટે કનોટ પ્લેસના બિકાનેરવાલા સ્વીટ્સમાંથી બનાવવામાં આવ્યો હતો.

-> રાહુલ ગાંધીના ઘરે મોકલેલ જલેબીનો ભાવ :- ભાજપે ટ્વિટ કરીને કહ્યું છે કે તેઓએ કાર્યકરો વતી રાહુલ ગાંધીના ઘરે જલેબી મોકલી છે.જલેબીની કિંમત જોઈને અંદાજ લગાવી શકાય છે કે રાહુલ ગાંધી માટે મંગાવેલી જલેબી લગભગ 1 કિલો હતી, જેની કિંમત 609 રૂપિયા છે. ભાજપે ટ્વિટર પર શેર કરેલા ઓર્ડરના સ્ક્રીન શોટમાં જલેબીની કિંમત લખવામાં આવી હતી.

-> જલેબીના બહાને રાહુલને આડે હાથ લેતા ભાજપના નેતાઓ :- હરિયાણામાં ભાજપની જીત અને કોંગ્રેસની હાર બાદ યુપીના ભાજપના નેતાઓ પણ જલેબીના બહાને રાહુલ ગાંધીને આડેહાથ લઈ રહ્યા છે. યુપીના એક મંત્રીએ રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યો અને કહ્યું કે કદાચ તેમને ‘જલેબી’ કડવી લાગી રહી છે.

-> શું છે જલેબીનો આખો મામલો? :- રાહુલ ગાંધીએ ગોહાનામાં એક રેલીમાં કહ્યું હતું કે મેં કારમાં જલેબીનો સ્વાદ ચાખ્યો અને મારી બહેન પ્રિયંકાને ફોન પર મેસેજ કર્યો કે આજે હું તારા માટે જલેબીનો ડબ્બો લાવી રહ્યો છું મેં દીપેન્દ્ર અને બજરંગ પુનિયાને કહ્યું કે આ જલેબી ભારત સહિત આખી દુનિયામાં જાય તો કદાચ તેમની દુકાન ફેક્ટરીમાં ફેરવાઈ જાય અને હજારોને કામ મળે. ચૂંટણીના પરિણામોના દિવસે પણ કોંગ્રેસના અનેક કાર્યકરો સવારે જલેબી વહેંચતા જોવા મળ્યા હતા અને જ્યારે ભાજપ ચૂંટણી જીતી ત્યારે ભાજપના કાર્યકરો પણ જલેબી વહેંચતા જોવા મળ્યા હતા. આ વખતે સમગ્ર ચૂંટણીમાં જલેબી ફેક્ટર ખૂબ જ પ્રચલિત હતું.


Spread the love

Read Previous

આતંકીઓ દ્વારા અપહરણ કરવામાં આવેલા જવાનનો ગોળીઓથી વિંધાયેલો મૃતદેહ મળી આવ્યો

Read Next

હરિયાણા ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીની પ્રતિક્રિયા આવી સામે, કહ્યું પરિણામોનું વિશ્લેષણ કરીશું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular

Follow On Instagram