હરિયાણા વિધાનસભા ચુંટણીઓ જેમ જેમ નજીક આવી રહી છે, તેમ તેમ રાજકીય ગરમી વધતી જાય છે. .આ દરમ્યાન કોંગ્રેસના નેતા રણદિપસિંહ સુરજેવાલાએ હરિયાણાના કેથલમાં બ્રાહ્મણ સમાજના સંમેલનમાં ભાજપ અને ઉત્તર પ્રદેશની યોગી સરકાર પર મોટો હુમલો કર્યો છે.સુરજેવાલાએ હરિયાણાની સત્તાધારી ભાજપને બ્રાહ્મણ વિરોધી ગણાવી. કોંગ્રેસના નેતાએ જણાવ્યું, “હરિયાણામાં તો બ્રાહ્મણ સમાજ પર અત્યાચાર થયા જ છે, પરંતુ આપણા પડોશી રાજ્ય ઉત્તર પ્રદેશમાં યોગી સરકારમાં પણ દરેક જિલ્લામાં બ્રાહ્મણોનું ઉત્પીડન થઇ રહ્યું છે. યોગી આદિત્યનાથનું નામ પણ સાચું નથી. બ્રાહ્મણોની રાજકીય હત્યા થઈ છે અને બ્રાહ્મણોની રાજકીય હત્યા બાદ જ યોગી આદિત્યનાથનું કદ વધ્યું છે.” તેમણે કહ્યું કે ભાજપની સત્યતા છે કે તેના કોઈ એવા સગા નથી જેને તેણે ઠગ્યા નથી.
-> ભગવા ધારણ કરવાથી કોઈ ભગવા પહેરવા લાયક ન થાય :- તેઓએ આગળ કહ્યું, “માત્ર ભગવા ધારણ કરવાથી કોઈ ભગવા પહેરવા લાયક નથી થઇ જતું, પરંતુ જો તમારું આચરણ ન્યાય અને સત્યનું છે તો તમે ભગવા ધારણ કરી શકો છો. હું હંમેશા કહે છુ કે મારો કુર્તા-પાયઝામો ચોક્કસતાથી સફેદ છે, પરંતુ મારા આચરણના સાક્ષી તમે લોકો છો.”કોંગ્રેસના નેતાએ કહ્યું, “ભગવો રંગ ભાજપનો નથી, તે પવિત્રતાની નિશાની છે.. તેથી મહાત્મા ગાંધી અને પંડિત જવાહરલાલ નેહરુએ જ્યારે પ્રથમવાર હિંદુસ્તાનમાં કોંગ્રેસનો ધ્વજ લહેરાવ્યો ત્યારે તેના ઉપરનો રંગ ભગવો હતો, કારણ કે તે કુરબાની અને ન્યાયનું પ્રતિક છે. આ ધર્માંધતા અને ટકરાવનું પ્રતિક હોઈ શકે નહીં.” મહત્વનું છે કે હરિયાણાના 90 વિધાનસભા બેઠકો પર 5 ઓક્ટોબરે મતદાન થશે, જ્યારે મતગણના 8 ઓક્ટોબરે થશે.