Breaking News :

ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ સામે ધરપકડ વોરંટ જારી કર્યુ

મતગણતરી પહેલા ઉદ્ધવ ઠાકરેએ વીડિયો કોન્ફરન્સ કરી ઉમેદવારોને આપ્યા નિર્દેશ

છત્તીસગઢમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં 10 માઓવાદી ઠાર

સોમનાથ ટ્રસ્ટ દ્વારા સિવિલ હોસ્પિટલના દર્દીઓ અને તેમના સંબંધીઓ માટે નિઃશુલ્ક ટિફિન સેવા શરૂ કરવામાં આવી

સૌરાષ્ટ્ર,ઉત્તર ગુજરાતને રવી સિઝન માટે 30,504 MCFT વધારાનું નર્મદા સિંચાઈનું પાણી મળશે

શાહરૂખ ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપનાર વ્યક્તિએ અભિનેતાની હિલચાલને ઑનલાઇન ટ્રેક કરી

શિવાજી પ્રતિમા ધરાશાયી કેસમાં હાઈકોર્ટે કન્સલ્ટન્ટને જામીન આપ્યા

ભારત અને ઓસ્ટ્રેલિયાએ લશ્કરી વિમાનોના એર-ટુ-એર રિફ્યુઅલિંગ માટે કરાર પર હસ્તાક્ષર કર્યા

ડ્રગ્સ, મેગા લેન્ડ ડીલ : ‘ડિજિટલ અરેસ્ટ’ કૌભાંડમાં અમદાવાદના બિલ્ડર સાથે ₹1 કરોડની છેતરપિંડી

કોર્ટના ઝટકા બાદ રાજસ્થાને દિલ્હીમાં આઇકોનિક બીકાનેર હાઉસને બચાવવાનું પગલું ભર્યું

કેજરીવાલની જેલમાંથી મુક્તિ બાદ કાર્યકરો દ્વારા ફટાકડા ફોડવાનો મામલો, દિલ્હી પોલીસે દાખલ કરી FIR

Spread the love

શુક્રવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને જેલમાંથી મુક્ત કર્યા પછી, પોલીસે AAP કાર્યકર્તાઓ અને સમર્થકો દ્વારા ફટાકડા ફોડવાના કેસમાં કાર્યવાહી કરી છે. દિલ્હી પોલીસે આ મામલે FIR નોંધી છે.દિલ્હી ભાજપે ફટાકડા અંગે મંત્રી ગોપાલ રાયને સવાલો પણ કર્યા હતા કે જો તેમનામાં હિંમત હોય તો દિવાળી પર રાષ્ટ્રીય રાજધાનીમાં ફટાકડા ફોડવા પરનો પ્રતિબંધ હટાવી લેવો જોઈએ. ચાર દિવસ પહેલા દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે રાજધાનીમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મુક્યો હતો.

–> સીએમ કેજરીવાલ જેલમાંથી છૂટ્યા બાદ આતશબાજી કરવામાં આવી હતી :- આપને જણાવી દઈએ કે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને શુક્રવારે (13 સપ્ટેમ્બર) દિલ્હી એક્સાઈઝ પોલિસી સીબીઆઈ કેસમાં જામીન મળ્યા હતા. સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા બાદ તે તિહાર જેલમાંથી બહાર આવ્યા હતા. તેમની મુક્તિને લઈને આમ આદમી પાર્ટીમાં જબરદસ્ત ઉજવણીનો માહોલ હતો. આ દરમિયાન AAP કાર્યકર્તાઓ અને સમર્થકોએ ફટાકડા ફોડ્યા, ત્યારપછી ભાજપે તેને મુદ્દો બનાવ્યો અને કેજરીવાલ સરકાર અને તેમની પાર્ટીને ઘેરી.

–> દિલ્હી ભાજપે કેજરીવાલ સરકાર પર કટાક્ષ કર્યો :- મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની જેલમાંથી મુક્તિ બાદ ફટાકડાને લઈને દિલ્હી બીજેપીના મીડિયા ચીફ પ્રવીણ શંકર કપૂરે કહ્યું હતું કે, “ત્રણ દિવસ પહેલા મંત્રી ગોપાલ રાયે ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂક્યો હતો. આ ફટાકડા ખાસ છે, કદાચ તેમાંથી ઓક્સિજન અને નાઈટ્રોજન બહાર નીકળી રહ્યા છે. .”


Spread the love

Read Previous

‘તાનાશાહ પણ ઝુકી જાય છે, બસ ઝૂકાવનાર જોઇએ’ આપ નેતા સંજય સિંહે પીએમ મોદી પર સાધ્યું નિશાન

Read Next

ભાજપ એક નવુ જમ્મુ-કાશ્મીર બનાવશે, જે આતંકવાદ મુકત અને પ્રવાસીઓ માટે સ્વર્ગ હશેઃ PM મોદી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular

Follow On Instagram