Breaking News :

સોમનાથ ટ્રસ્ટ દ્વારા સિવિલ હોસ્પિટલના દર્દીઓ અને તેમના સંબંધીઓ માટે નિઃશુલ્ક ટિફિન સેવા શરૂ કરવામાં આવી

સૌરાષ્ટ્ર,ઉત્તર ગુજરાતને રવી સિઝન માટે 30,504 MCFT વધારાનું નર્મદા સિંચાઈનું પાણી મળશે

શાહરૂખ ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપનાર વ્યક્તિએ અભિનેતાની હિલચાલને ઑનલાઇન ટ્રેક કરી

શિવાજી પ્રતિમા ધરાશાયી કેસમાં હાઈકોર્ટે કન્સલ્ટન્ટને જામીન આપ્યા

ભારત અને ઓસ્ટ્રેલિયાએ લશ્કરી વિમાનોના એર-ટુ-એર રિફ્યુઅલિંગ માટે કરાર પર હસ્તાક્ષર કર્યા

ડ્રગ્સ, મેગા લેન્ડ ડીલ : ‘ડિજિટલ અરેસ્ટ’ કૌભાંડમાં અમદાવાદના બિલ્ડર સાથે ₹1 કરોડની છેતરપિંડી

કોર્ટના ઝટકા બાદ રાજસ્થાને દિલ્હીમાં આઇકોનિક બીકાનેર હાઉસને બચાવવાનું પગલું ભર્યું

“પાયાવિહોણા અને નામંજૂર”: અમેરિકન સરકારના વિભાગના અહેવાલ પર અદાણી જૂથ

દિલ્હી ચૂંટણી માટે AAPની પ્રથમ યાદીમાં 11 ઉમેદવારોના નામ જાહેર

રાહુલ ગાંધીએ કહ્યું ગૌતમ અદાણીની ધરપકડ થવી જોઇએ, માધવી બુચ ઉપર પણ કર્યા આક્ષેપ

રાહુલ ગાંધી જેવા લોકો સામે દેશદ્રોહનો કેસ ચલાવવો જોઇએઃ ગિરિરાજસિંહ

Spread the love

ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે અમેરિકામાં રાહુલ ગાંધીના નિવેદનો પર આકરા પ્રહારો કર્યા છે. રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા તેમણે કહ્યું કે, ગામડામાં કહેવત છે કે સો ચુહે ખાકે બિલ્લી હજ કો ચલી (સો ઉંદરો ખાધા પછી બિલાડી હજ કરવા ગઈ). જે કોંગ્રેસ આઝાદી પછી તુષ્ટિકરણની રાજનીતિ કરતી રહી, શીખોની હત્યા કરતી રહી, તે હવે અમને પાઠ શીખવાડવા જઇ રહી છે.

–> જેઓ વધુ અજ્ઞાન હોય છે તેઓ તેમના જ્ઞાનને વધુ પ્રદર્શિત કરે છે: ગિરિરાજ સિંહ :- ગિરિરાજ સિંહે વધુમાં કહ્યું કે જેઓ વધુ અજ્ઞાન હોય છે તેઓ તેમના જ્ઞાનને વધુ પ્રદર્શિત કરે છે. રાહુલ ગાંધી કહેતા હતા કે અમે 400 બેઠકો લઈશું, હું લેખિતમાં આપીશ, 400 બેઠકો ક્યાં ગઈ? તેમના પ્રશ્નોનો જવાબ આપવો એ તમારી જાતને બિલો ધ બેલ્ટ લઈ જવા જેવું છે. તેઓ વિરોધ પક્ષના નેતા છે, 3 ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષને રસ્તા પર લાવી દેનાર વ્યક્તિ વિશે શું કહી શકીએ ? રાહુલ ગાંધીને જવાબ આપવો મૂર્ખતા છે.. આ પહેલા બેરોજગારી અને ચીન સાથે જોડાયેલા રાહુલના નિવેદન પર ગિરિરાજ સિંહે કહ્યું હતું કે લાગે છે કે તેઓ ચીનના પૈસા પર જીવી રહ્યા છે અને તેથી જ તેઓ બહાર જઈને ચીનનો પ્રચાર કરી રહ્યા છે.

–> આવા લોકો સામે દેશદ્રોહનો કેસ ચાલવો જોઈએ: ગિરિરાજ સિંહ :- રાહુલ ગાંધી ભારતની બહાર જઈને ભારતના વખાણ કરવાને બદલે ભારતની જ ટીકા કરી રહ્યા છે. આવા લોકો સામે દેશદ્રોહનો કેસ ચાલવો જોઈએ. જેઓ ભારતની બહાર જઈને ભારતની ટીકા કરે છે અને દુશ્મન દેશોના વખાણ કરે છે.

–> આરએસએસના નિવેદન પર પણ ટોણો :- ગિરિરાજ સિંહે આરએસએસને લઈને રાહુલ ગાંધીના નિવેદન પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે જો તેમની દાદીને RSSની ભૂમિકા વિશે પૂછવાનો કોઈ રસ્તો હોય તો તેમણે આવું કરવું જોઈએ અથવા ઈતિહાસના પાનામાંથી પૂછવું જોઈએ. આરએસએસને સાચા અર્થમાં સમજવા માટે રાહુલ ગાંધીને ઘણા જન્મો જોઈએ. દેશદ્રોહી આરએસએસને સમજી શકતો નથી, અને જેઓ દેશની ટીકા કરવા વિદેશમાં જાય છે તે તેના મર્મને સમજી શકતા નથી.


Spread the love

Read Previous

કોંગ્રેસ અનામત ખતમ કરવા માંગે છે, તેનાથી સાવધ રહો : માયાવતી

Read Next

દીપિકા પાદુકોણ બાદ હવે ટીવી એક્ટરના ઘરે આવશે નાનો મહેમાન, રણવીર સિંહ-સુશાંત સાથે છે કનેક્શન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular

Follow On Instagram