Dark Mode
Image
  • Friday, 03 May 2024

ACB ગુજરાતે ખાનગી હોસ્પિટલના કર્મચારીને લાંચ લેતા ઝડપ્યો

ACB ગુજરાતે ખાનગી હોસ્પિટલના કર્મચારીને લાંચ લેતા ઝડપ્યો

બુલેટિન ઈન્ડિયા કચ્છ : એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી) ગુજરાતે ડેકોય ટ્રેપની મદદથી ગાંધીધામની સ્ટર્લિંગ હોસ્પિટલના કર્મચારીને ~500ના લાંચ કેસમાં સંડોવણી બદલ ઝડપી પાડ્યો છે.કેસની વિગત મુજબ ગાંધીધામની સ્ટર્લિંગ હોસ્પિટલમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ આપવામાં આવે છે. સરકારી નિયમો અનુસાર, આ પ્રક્રિયા સંપૂર્ણપણે નિઃશુલ્ક છે. જો કે, એસીબીને માહિતી મળી હતી.

 

 

કે આયુષ્માન કાર્ડ બનાવવા માટે ફરજ પરના અધિકારી આયુષ્માન કાર્ડ આપવાના બદલામાં નાગરિકો પાસેથી ગેરકાયદેસર રીતે ₹400 થી ₹500 ની લાંચ લઈ રહ્યા છે.આ બાતમીના આધારે એસીબીએ વોચ રાખી હતી, અને ડેકોય ઓપરેશનમાં સ્ટર્લિંગ હોસ્પિટલના આયુષ્યમાન હેલ્પ ડેસ્ક કાઉન્ટરમાં કામ કરતો આરોપી હર્ષ રાજેશભાઈ ગુર્જર આ ડેકોયમાંથી રૂ.500ની લાંચની માગણી અને સ્વીકારતા ઝડપાઈ ગયો હતો.

Comment / Reply From

You May Also Like

Newsletter

Subscribe to our mailing list to get the new updates!