Dark Mode
Image
  • Saturday, 04 May 2024

ACB ગુજરાતે એસ.કે.લાંગા અને પુત્ર સામે અપ્રમાણસર સંપત્તિ માટે ગુનો દાખલ કર્યો

ACB ગુજરાતે એસ.કે.લાંગા અને પુત્ર સામે અપ્રમાણસર સંપત્તિ માટે ગુનો દાખલ કર્યો

બુલેટિન ઈન્ડિયા ગાંધીનગર : એન્ટી કરપ્શન બ્યૂરો (એસીબી) ગુજરાતે ગાંધીનગરના પૂર્વ જિલ્લા કલેક્ટર એસ.કે.લંગા અને તેમના પુત્ર પરીક્ષિત સામે અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કર્યો છે. 1 એપ્રિલ, 2008થી 30 સપ્ટેમ્બર, 2019 સુધીમાં રૂ. 5.87 કરોડથી વધુની કાનૂની આવક સામે, લાંગાએ રૂ. 17.59 કરોડ નો ખર્ચ કર્યો છે અને રોકાણ કર્યું છે, જે 198.15 ટકા વધુ છે.એજન્સીના જણાવ્યા અનુસાર, લાંગા અને તેના પુત્ર પરીક્ષિતે ગેરકાયદેસર માધ્યમથી વિવિધ સંપત્તિઓ હસ્તગત કરી હતી.

 

 

પરીક્ષિતે કથિત રીતે આ નાણાંને ધોળાં કરવા માટે શેલ કંપનીઓની સ્થાપના કરી હતી, આખરે તેને તેના વ્યક્તિગત બચત ખાતામાં જમા કરાવી હતી. લાંગાએ પરીક્ષિતની શેલ કંપનીઓમાં ઓછામાં ઓછા રૂ. 5.44 કરોડ ની કમાણી કરી હોવાનું કહેવાય છે અને ત્યારબાદ પરીક્ષિતના નામે અનેક મિલકતો ખરીદી હતી.એસીબીએ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ અને ભારતીય દંડ સંહિતાની કલમ ૧૦૯ હેઠળ સહાય અને ઉશ્કેરણી કરવા બદલ ફરિયાદ નોંધાવી છે.

 

Comment / Reply From

You May Also Like

Newsletter

Subscribe to our mailing list to get the new updates!