મહારાષ્ટ્રની ચૂંટણીને હવે માત્ર બે દિવસ બાકી છે. રાજ્યમાં 20 નવેમ્બરે મતદાન થવાનું છે. આ પછી 23 નવેમ્બરે ચૂંટણીના પરિણામો જાહેર થશે.આજે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા પ્રચારનો અંત આવશે. રાહુલ ગાંધી આજે મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. આ દરમિયાન મીડિયા સાથે વાત કરતા રાહુલ ગાંધીએ અદાણી અને પીએમ મોદી પર નિશાન સાધ્યું..
-> રાહુલ ગાંધીએ કહ્યું સલામત રહેવાનો અર્થ શું છે :- રાહુલ ગાંધીએ પીએમ મોદી અને અદાણી પર નિશાન સાધતા કહ્યું, “પીએમ મોદીએ નારો આપી દીધો છે, તેઓએ કહ્યું છે કે એક છીએ તો સેફ છીએ. એક હોવાનો મતલબ માત્ર એક વ્યક્તિથીજ છે.. આ દરમ્યાન રાહુલ ગાંધીએ મોદી અને અદાણીના પોસ્ટર્સ પણ બતાવ્યા
-> ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ (ડીઆરપી) મુદ્દે સરકાર ઘેરાયેલી છે :- ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ (ડીઆરપી) મુદ્દે પીએમ મોદી પર નિશાન સાધતા તેમણે કહ્યું કે, “ભાજપ ધારાવીની જમીન માત્ર એક વ્યક્તિને આપવા માંગે છે. તેથી જ તે આ પ્રોજેક્ટ લઈને આવી રહી છે. ભાજપનો પ્રયાસ અહીંના લઘુ ઉદ્યોગોને ખતમ કરવાનો છે, તે બધુ એક જ વ્યક્તિના હાથમાં આપવા માંગે છે.. ધારાવીના વિકાસ અંગે તેમણે કહ્યું હતું કે, “અમારી પાસે ધારાવીના વિકાસ માટે એક યોજના છે. અમે અહીંના લોકોને ધ્યાનમાં રાખીને યોજના બનાવીશું. અમે કોઈ એક વ્યક્તિના કહેવા પર કોઈ યોજના બનાવીશું નહીં. આ અહીં પૂરનો મુદ્દો પણ છે તેના પર પણ કામ કરવું પડશે.