Breaking News :

છત્તીસગઢમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં 10 માઓવાદી ઠાર

સોમનાથ ટ્રસ્ટ દ્વારા સિવિલ હોસ્પિટલના દર્દીઓ અને તેમના સંબંધીઓ માટે નિઃશુલ્ક ટિફિન સેવા શરૂ કરવામાં આવી

સૌરાષ્ટ્ર,ઉત્તર ગુજરાતને રવી સિઝન માટે 30,504 MCFT વધારાનું નર્મદા સિંચાઈનું પાણી મળશે

શાહરૂખ ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપનાર વ્યક્તિએ અભિનેતાની હિલચાલને ઑનલાઇન ટ્રેક કરી

શિવાજી પ્રતિમા ધરાશાયી કેસમાં હાઈકોર્ટે કન્સલ્ટન્ટને જામીન આપ્યા

ભારત અને ઓસ્ટ્રેલિયાએ લશ્કરી વિમાનોના એર-ટુ-એર રિફ્યુઅલિંગ માટે કરાર પર હસ્તાક્ષર કર્યા

ડ્રગ્સ, મેગા લેન્ડ ડીલ : ‘ડિજિટલ અરેસ્ટ’ કૌભાંડમાં અમદાવાદના બિલ્ડર સાથે ₹1 કરોડની છેતરપિંડી

કોર્ટના ઝટકા બાદ રાજસ્થાને દિલ્હીમાં આઇકોનિક બીકાનેર હાઉસને બચાવવાનું પગલું ભર્યું

“પાયાવિહોણા અને નામંજૂર”: અમેરિકન સરકારના વિભાગના અહેવાલ પર અદાણી જૂથ

દિલ્હી ચૂંટણી માટે AAPની પ્રથમ યાદીમાં 11 ઉમેદવારોના નામ જાહેર

બીજેપીનો આભારી છું કે તેણે ગિરિરાજસિંહના કટ્ટરપંથી વિચારોથી ખુદને દુર રાખી છેઃ ખાલિદ અનવર

Spread the love

ભાજપના ફાયર બ્રાન્ડ નેતા કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ હાલમાં બિહારમાં હિન્દુ સ્વાભિમાન યાત્રા કાઢી રહ્યા છે. આ યાત્રા હવે સીમાંચલના જિલ્લાઓમાં પહોંચી છે. તેમની યાત્રા ભાગલપુરથી શરૂ થઈ હતી.આ યાત્રામાં તેઓ હિંદુઓને સંગઠિત થવાની અને તેમના ધર્મની રક્ષા કરવાની સલાહ આપી રહ્યા છે. આ સિવાય તે લવ જેહાદ અને બાંગ્લાદેશી ઘૂસણખોરો સહિત અનેક મુદ્દા ઉઠાવી રહ્યા છે.

-> હવે JDU MLC ખાલિદ અનવરે તેમની યાત્રા પર નિશાન સાધ્યું છે :- ખાલિદ અનવરે મોટો દાવો કર્યો છે :- કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહની હિંદુ સ્વાભિમાન યાત્રા પર જેડીયુના નેતા ખાલિદ અનવરે કહ્યું, “હું ભાજપનો આભારી છું જેમણે ગિરિરાજ સિંહની કટ્ટરપંથી વિચારધારાથી પોતાને દૂર રાખ્યા છે. ભાજપે સાબિત કર્યું છે કે બિહાર ભાઈચારાનું સ્થાન છે.

તેમણે વધુમાં કહ્યું કે, “જો તમને લાગે છે કે તમે તમારા પ્રવાસથી બિહારને તોડી શકો છો તો તમારે જાણી લેવું જોઈએ કે આ નીતિશ કુમારની સરકાર છે જે કોઈને પણ છોડશે નહીં. જો ગિરિરાજ સિંહ સમાજને તોડવાનું કંઈ કામ કરશે તો અમારી સરકાર તેમની વિરુદ્ધ કાર્યવાહી કરશે. ભાજપનું નેતૃત્વ તેમની સામે પગલાં લેવા સક્ષમ છે અને મને લાગે છે કે ટૂંક સમયમાં તેમના પર સૂક્ષ્મ સ્તરે નજર રાખવામાં આવશે.

-> ગિરિરાજ સિંહે વળતો જવાબ આપ્યો :- જેડીયુ નેતા ખાલિદ અનવરના નિવેદન પર ગિરિરાજ સિંહે પણ પલટવાર કર્યો છે. ગિરિરાજસિંહે કહ્યું કે “જેલ તો કંઈ નથી, હું મારા લોહીના છેલ્લા ટીપા સુધી આ લડાઈ લડતો રહીશ. જે લોકો મંદિરો તોડવા માંગતા હોય, લવ જેહાદ એજ્યુકેશન જેહાદ અને લેન્ડ જેહાદ કરવા માંગતા હોય તેમને કરવા દો. જેડીયુ, આરજેડી, કોમ્યુનિસ્ટ, કોંગ્રેસ અને બીજેપીના હિન્દુઓ અમારી સાથે છે. આ યાત્રા રાજકીય નેતાઓ કે પક્ષોની નથી.”


Spread the love

Read Previous

ભગવા આતંકવાદ શબ્દના ઉપયોગને સુશીલકુમાર શિંદેએ ગણાવી ભૂલ, PM મોદીના પણ કર્યા વખાણ

Read Next

CRPF સ્કૂલની બહાર વિસ્ફોટ બાદ દિલ્હીમાં હાઇએલર્ટ, NSGની ટીમ દ્વારા તપાસ શરૂ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular

Follow On Instagram