Dark Mode
Image
  • Wednesday, 08 May 2024

અમેરિકામાં મુક્તજીવન સ્વીમાબાપા કોમ્યુનિટી હોલનું લોકાર્પણ || Inauguration of Free Life Swimabapa Community Hall in America ||

અમેરિકામાં મુક્તજીવન સ્વીમાબાપા કોમ્યુનિટી હોલનું લોકાર્પણ  || Inauguration of Free Life Swimabapa Community Hall in America ||

અમેરિકામાં મુક્તજીવન સ્વીમાબાપા કોમ્યુનિટી હોલનું લોકાર્પણ

 

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા અમેરિકાના રોઝફોર્ડ, ટોલેડો, ઓહાયોમાં શ્રી સ્વામિનારાયણ કલ્ચર સેન્ટર અને શ્રી મુકતજીવન સ્વામીબાપા કોમ્યુનિટી હોલનું  લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

 

શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજના સાનિધ્યમાં લોકાર્પણવિધિ કરવામાં આવી હતી. સ્વામિનારાયણ કલ્ચર સેન્ટર આશરે ચાર એકરથી વધારેની વિશાળ જગ્યામાં સાત મિલિયન ડોલર લાગતથી તૈયાર કરવામાં આવ્યું હતું. પવિત્ર પુરુષોત્તમ માસના પ્રારંભે મહાપૂજા, અન્નકૂટ, આરતી, ધર્મધજા આરોહણ, સ્વાગત યોજવામાં આવ્યું હતું.

 

શ્રી સ્વામિનારાયણ કલ્ચર સેન્ટરનું પણ લોકાર્પણ કરાયું

 

રોઝફોર્ડના મેયરશ્રીએ તથા ચર્ચના હેડ ફાધર માયકલે શુભેચ્છા સંદેશ પાઠવ્યા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હરિભક્તો હાજર રહ્યા હતા. મહત્વનું છે કે, મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનનું આ મંદિર પાંચ શિખરોથી ધર્મધજા લહેરાતું અને સનાતન ધર્મનો જય જયકાર પોકારતું વિશાળ ભાવનાઓવાળુ પવિત્ર સ્થળ બની રહ્યું છે.

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના કલ્ચર સેન્ટરોમાં ભારતીય સંસ્કૃતિ મુજબ નૃત્ય, ગુજરાતી, સંસ્કૃત ભાષા, ભરતનૃત્યનું શિક્ષણ આપવામાં આવે છે જેને લીધે ભારતીય સંસ્કૃતિનું જતન થાય ઉપરાંત ભારતીય તહેવારો, દેશી રમતોનું પણ આયોજન કરવામાં આવે છે.પરમ પૂજ્ય જ્ઞાનમહોદધિ આચાર્ય સ્વામીશ્રી મહારાજે આશીર્વાદમાં જણાવ્યું હતું કે, માનવ સમુદાયે જીવનમાં બાંધવા જેવું ભાથું હોય તો તે કથાવાર્તા છે.

 

રોઝફોર્ડના મેયર-ચર્ચના હેડ ફાધર માયકલે પાઠવી શુભેચ્છા

 

ભારતીય સંસ્કૃતિ મુજબ સ્નેહ, સંપ, વસુધૈવ કુટુંબકમની ભાવનાનો દીપ જલતો રહે તે માટે શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા દેશ વિદેશમાં સક્રિય રહીને આધ્યાત્મિક કાર્યો તેમજ જ્ઞાનને ચરિત્રાર્થ કરવા મંદિરોનું નિર્માણ કરવામાં આવે છે.

Comment / Reply From

Newsletter

Subscribe to our mailing list to get the new updates!