Dark Mode
Image
  • Sunday, 19 May 2024

અમિત જેઠવા હત્યા કેસમાં ભાજપના પૂર્વ સાંસદ સહિત 7 લોકોને હાઈકોર્ટે નિર્દોષ જાહેર કર્યા

અમિત જેઠવા હત્યા કેસમાં ભાજપના પૂર્વ સાંસદ સહિત 7 લોકોને હાઈકોર્ટે નિર્દોષ જાહેર કર્યા

બુલેટિન ઈન્ડિયા અમદાવાદ : અમિત જેઠવા હત્યા કેસમાં આજે ગુજરાત હાઈકોર્ટમાં થયેલી સુનાવણી દરમિયાન ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નેતા અને પૂર્વ સાંસદ દિનુભાઈ બોઘાભાઈ સોલંકીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.આ કેસમાં ઝડપાયેલા દિનુ બોધા સોલંકી સહિત તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરતી વખતે હાઈકોર્ટે એવું અવલોકન કર્યું હતું કે, તપાસ એજન્સી અને ફરિયાદી પક્ષ સત્ય ઉજાગર કરવામાં નિષ્ફળ નીવડયા છે.

 

 

વર્ષ 2010માં આરટીઆઇ એક્ટિવિસ્ટ અમિત જેઠવાની ગુજરાત હાઇકોર્ટની સામે જ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી, જેના પગલે હત્યામાં સંડોવાયેલા તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં ભાજપના નેતા દિનુ બોઘા સોલંકીનો પણ સમાવેશ થાય છે, જેઓ હાલ જામીન પર બહાર છે.20 જુલાઇ 2010ના રોજ ખાંભાના વતની આરટીઆઇ એક્ટિવિસ્ટ અમિત જેઠવાની ગુજરાત હાઇકોર્ટ પાસે રાત્રે 8:30 વાગ્યે હત્યા થઇ હતી.તે દિવસે અમિત જેઠવા હાઇકોર્ટમાં સોગંદનામું રજૂ કરવા આવ્યા હતા.

 

 

જેમાં જણાવ્યું હતું કે, દિનુ બોઘાથી તેમના જીવને જોખમ છે. બાદમાં મૃતક અમિત જેઠવાના પિતા ભીખાભાઇ જેઠવાએ સોલા પોલીસ સ્ટેશનમાં ગીર સોમનાથના પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકી સહિત સાત લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. હાઈકોર્ટના આદેશ પર 2012માં આ કેસની તપાસ સીબીઆઈને ટ્રાન્સફર કરવામાં આવી હતી. 5 નવેમ્બર, 2013ના રોજ ગીર સોમનાથના ભાજપના પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકીની ધરપકડ કરવામાં આવી હતી અને બાદમાં સાડા ત્રણ મહિના જેલમાં રહ્યા બાદ કોર્ટે તેમને જામીન આપ્યા હતા.

Comment / Reply From

Newsletter

Subscribe to our mailing list to get the new updates!