Dark Mode
Image
  • Monday, 20 May 2024

ગીર-સોમનાથ જિલ્લાનું આ મતદાન મથક એક મતનું મહત્વ સમજાવે

ગીર-સોમનાથ જિલ્લાનું આ મતદાન મથક એક મતનું મહત્વ સમજાવે

લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા અંતર્ગત ગુજરાતની 26 લોકસભા બેઠકો પૈકી 25 પર મતદાન સંપન્ન થઇ ગયું.. 1 બેઠક સુરતની પહેલેથીજ બિન હરીફ થયેલી છે. 25 બેઠકો પર અલગ-અલગ મતદાન મથકો પર મતદાનની ટકાવારી અલગ-અલગ રહી..ક્યાંક વધારે તો ક્યાંક ઓછુ મતદાન થયું.પરંતું ગીર-સોમનાથ જિલ્લાના મધ્ય ગીરમાં આવેલું એક મતદાન મથક એવું છે કે જ્યાં 100 ટકા મતદાન થયું..

 

આપને જાણીને નવાઇ લાગશે અને સવાલ થશે કે શું આ મતદાન મથક અંતર્ગત આવતા તમામ મતદારો મત આપવા પહોંચ્યા હતા.. જેનો જવાબ એ છે કે આ મતદાન મથક અંતર્ગત માત્ર એકજ મતદાર આવે છે. અને આ એક મતદાર માટે જ અહીં દરેક ઇલેક્શનમાં મતદાન મથક ઉભુ કરવું પડે છે...આ એક મતદાર મતદાન કરી દે એટલે અહીં 100 મતદાન થઇ જાય છે.

 

બાણેજ બુથના એકમાત્ર મતદાતા છે. મહંત હરિદાસબાપુ. લોકશાહીમાં એક-એક મતનું મહત્વ હોય છે.. અને આ વાતનું ઉદાહરણ અહીં માત્ર એક મત માટે પણ મતદાન મથક ઉભું કરીને ચૂંટણીપંચ દ્વારા ખુબજ આદર્શ રીતે પુરું પાડવામાં આવે છે.

Comment / Reply From

You May Also Like

Newsletter

Subscribe to our mailing list to get the new updates!