Dark Mode
Image
  • Friday, 10 May 2024

અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ અણ્ણા હજારેનો પત્ર, લખ્યું ‘કેજરીવાલે કરોડો ભારતીયોનો વિશ્વાસ તોડ્યો

અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ અણ્ણા હજારેનો પત્ર, લખ્યું ‘કેજરીવાલે કરોડો ભારતીયોનો વિશ્વાસ તોડ્યો

અણ્ણા હજારેએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ પર એક પત્ર લખ્યો છે. જેમાં તેમણે કહ્યું છે કે દિલ્હી સરકારની દારૂની નીતિ અને તેના દ્વારા કરવામાં આવેલા ભ્રષ્ટાચારના સંદર્ભમાં અરવિંદ કેજરીવાલની ધરપકડથી હું ખૂબ જ દુઃખી છું. સૌથી મોટી વિડંબના એ છે કે ભ્રષ્ટાચાર સામે લડનાર દેશના સૌથી મોટા જનલોકપાલ આંદોલનમાં મારા ભાગીદાર અરવિંદ કેજરીવાલની ભ્રષ્ટાચારના કેસમાં ધરપકડ કરવામાં આવી છે.

 

 

-- કેજરીવાલે કરોડો ભારતીયોનો વિશ્વાસ તોડ્યોઃ અન્ના હજારે :- અણ્ણા હજારેએ પત્રમાં આગળ લખ્યું છે કે, "મેં આખું જીવન જે સિદ્ધાંતો સાથે વિતાવ્યું છે તે તમામ બાબતોની વિરુદ્ધ જઈને કેજરીવાલે કરોડો ભારતીયોનો વિશ્વાસ તોડ્યો છે. આ પ્રકારના વર્તનથી સામાજિક આંદોલનોમાં કામ કરતા લોકોનો વિશ્વાસ ઉઠી ગયો છે. "લોકોનો વિશ્વાસ ઉઠી જશે. હવે સ્પષ્ટ છે કે એક પવિત્ર આંદોલનનો રાજકીય લાભ માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો."

 

 

-- કેજરીવાલની હાલત પર કોઈ દુઃખ નથી :- શુક્રવારે (22 માર્ચ) મીડિયા સાથે વાત કરતા અણ્ણા હજારેએ કહ્યું હતું કે જ્યારે આંદોલન દરમિયાન અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા અમારી સાથે આવ્યા હતા ત્યારે મેં બંનેને દેશના કલ્યાણ માટે કામ કરવાનું કહ્યું હતું. પરંતુ, બંનેએ મારી વાત પર ધ્યાન ન આપ્યું. ન તો કેજરીવાલે મારી વાત સાંભળી..તેમણે કહ્યું કે હું કેજરીવાલને કોઇ સલાહ નહીં આપું, મને તેમની હાલની સ્થિતિ પર કોઇ દુઃખ નથી

Comment / Reply From

Newsletter

Subscribe to our mailing list to get the new updates!