Dark Mode
Image
  • Thursday, 02 May 2024

કેનેડામાં મોટી પ્લેન દુર્ઘટના સર્જાઈ : પ્લેન ક્રેશ થતા 3 લોકોના મોત || A major plane crash occurred in Canada: 3 people died in the plane crash

કેનેડામાં મોટી પ્લેન દુર્ઘટના સર્જાઈ : પ્લેન ક્રેશ થતા 3 લોકોના મોત || A major plane crash occurred in Canada: 3 people died in the plane crash

કેનેડામાં એક મોટી પ્લેન દુર્ઘટના સર્જાઈ. બ્રિટિશ કોલંબિયામાં એક લાઈટ વિમાન ક્રેશ થતા 3 લોકોના મોત થયા.મૃતકોમાં 2 ટ્રેની પાયલટ મુંબઈના હોવાનું સામે આવ્યું. તેમના નામ અભય ગડરૂ અને યશ વિજય રામગુડે છે. દુર્ઘટનાને પગલે અનેક કિલોમીટર દૂર સુધી પ્લેનનો ધૂમાડો જોવા મળ્યો હતો.મળતી માહિતી મુજબ બ્રિટિશ કોલંબિયાના વૈંકુવરથી આશરે 100 કિલોમીટર દૂર પ્લેન ક્રેશ થયું હતું. ચિલિવેકમાં એક એરપોર્ટ પાસે આવેલી મોટલની પાછળ પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. દુર્ઘટનામાં 2 ટ્રેની પાયલટ સહિત 3 લોકોના ઘટનાસ્થળે મોત થયા હતા.

પ્લેન દુર્ઘટનાને પગલે આસપાસના વિસ્તારોમાં કાટમાળ ફેલાયો હતો. ઘટના અંગેની જાણ થતા પોલીસે સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. પ્લેન ક્યાં કારણોસર ક્રેશ થયું તે દિશામાં અધિકારીઓએ તપાસ આરંભી છે. પોલીસ અધિકારીઓએ મૃતકોના પરિવારજનોને પ્લેન દુર્ઘટના અંગે માહિતગાર કર્યા છે.કેનેડિયન પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે પાઈપર PA-34 સેનેકા, એક ટ્વીન એન્જિન લાઇટ એરક્રાફ્ટ, ઝાડ સાથે અથડાયું હતું. કેનેડાના ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડે કહ્યું કે તપાસ ટીમ મોકલી. ટૂંક સમયમાં ઘટનાનું કારણ જાણવા મળશે.

-- સ્થળ પર સ્થિતિ નિયંત્રણમાં : કેનેડાના અધિકારીઓનું કહેવું છે કે 5 એમ્બ્યુલન્સ અને એક ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. સ્થિતિ નિયંત્રણમાં છે. આ વિસ્તારમાં કોઈને જોખમ હોવાના અહેવાલ નથી. 2 એર એમ્બ્યુલન્સ હેલિકોપ્ટર મોકલવામાં આવી છે.

Comment / Reply From

Newsletter

Subscribe to our mailing list to get the new updates!