Dark Mode
Image
  • Friday, 17 May 2024

જાણો હાઇકોર્ટ-સુપ્રીમ કોર્ટના જજોની રજાઓને લઇને ભ્રમ રાખતા લોકો વિશે શુ કહ્યું સુપ્રીમ કોર્ટે

જાણો હાઇકોર્ટ-સુપ્રીમ કોર્ટના જજોની રજાઓને લઇને ભ્રમ રાખતા લોકો વિશે શુ કહ્યું સુપ્રીમ કોર્ટે

સુપ્રીમ કોર્ટે તાજેતરમાં જ એક કેસનું સુનાવણી દરમિયાન રજાઓને લઈ મહત્વની ટિપ્પણી કરી છે. વાત જાણે એમ છે કે, સુપ્રીમ કોર્ટે કહ્યું કે, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના જજોને શનિવાર અને રવિવારે પણ રજા મળતી નથી. સર્વોચ્ચ અદાલતે એક કેસની સુનાવણી દરમિયાન કહ્યું કે, જે લોકો એવું વિચારે છે કે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના જજોને લાંબી રજાઓ મળે છે અને જે લોકો આ વાતની ટીકા કરે છે તેઓને ખબર નથી કે તેમણે શનિવાર અને રવિવારે પણ કામ કરવું પડે છે.

 

 

સુપ્રીમ કોર્ટમાં જ્યારે પશ્ચિમ બંગાળ સંબંધિત એક કેસની સુનાવણી ચાલી રહી હતી ત્યારે સુપ્રીમ કોર્ટે કહ્યું કે, સુનાવણી ગુરુવારે થવી જોઈએ અને એ પણ કહ્યું કે આ સમય દરમિયાન બંને પક્ષોએ ઉનાળાના વેકેશન પહેલા તેમની દલીલો પૂર્ણ કરવી જોઈએ. પશ્ચિમ બંગાળ સરકારે કહ્યું છે કે, CBI રાજ્યની પરવાનગી વિના કેસની તપાસ કરી રહી છે. સુપ્રીમ કોર્ટ પશ્ચિમ બંગાળ સરકારની અરજી પર 2 મેના રોજ સુનાવણી કરશે.

 

 

રાજ્ય સરકારે આ મામલે હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. આ દરમિયાન રજાનો મુદ્દો સામે આવ્યો. સોલિસિટર જનરલે પહેલા આ કહ્યું પછી જસ્ટિસ બીઆર ગવઈની બેન્ચે પણ કહ્યું કે, જે લોકો ટીકા કરે છે કે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં જજોને લાંબી રજા મળે છે, કદાચ તેઓને ખબર નથી કે જજો શનિવાર અને રવિવારે પણ કામ કરે છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, જજ દરરોજ 50 થી 60 કેસની સુનાવણી કરે છે અને રજાના દિવસોમાં પણ ચુકાદો લખે છે.

Comment / Reply From

Newsletter

Subscribe to our mailing list to get the new updates!