Dark Mode
Image
  • Saturday, 27 April 2024

ગુજરાતના કેટલાક શહેરોમાં યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર

ગુજરાતના કેટલાક શહેરોમાં યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર

અરવલ્લી, મહીસાગર અને સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ

ગુજરાત રાજ્યમાં આજથી વરસાદનું જોર ઘટશે. જેમાં કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે. તથા બનાસકાંઠા, પાટણ, અરવલ્લીમાં ભારે વરસાદ રહેશે. તેમજ મહેસાણા, સાબરકાંઠામાં પણ ભારે વરસાદ રહેશે.

 

ગીર સોમનાથ, ભાવનગર અને અમરેલીમાં ભારે વરસાદ

ગીર સોમનાથ, ભાવનગર અને અમરેલીમાં ભારે વરસાદ રહેશે. સાથે જ નવસારી, વલસાડ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ અને ઉત્તર ગુજરાતમાં પવન સાથે અતિભારે વરસાદ રહેશે. સમગ્ર સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ રહશે. તથા અમદાવાદ, ગાંધીનગર, ખેડામાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

 

રાજ્યમાં સવારથી ધોધમાર વરસાદ

રાજ્યમાં સવારથી ધોધમાર વરસાદ ચાલુ છે. જો કે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આજે ગુજરાતના માત્ર ત્રણ જિલ્લામા ઓરેન્જ એલર્ટ અપાયું છે. સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર એમ ત્રણ જિલ્લામાં જ ઓરેન્જ એલર્ટ અપાયુ છે. ઓરેન્જ એલર્ટ અપાયેલા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.

 

ગુજરાતના કેટલાક શહેરોમાં યલો એલર્ટ આપવામાં આવ્યુ

ગુજરાતના કેટલાક શહેરોમાં યલો એલર્ટ આપવામાં આવ્યુ છે. જેમાં કચ્છ, સાબરકાંઠા, મોરબી, સુરેન્દ્રનગર, પાટણ અને અમદાવાદ છે. દ્વારકા, જૂનાગઢ, સોમનાથ, સુરત, તાપી, ડાંગ,વલસાડ,નવસારીમાં પણ યલો એલર્ટ આપ્યુ છે. પંચમહાલ, દાહોદ, ખેડા, મહેસાણામાં પણ યેલો એલર્ટ અપાયુ છે.

 

ગાંધીનગર, અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી

ગુજરાત રાજ્યમાં આગામી ત્રણ કલાક વરસાદની આગાહી છે. જેમાં ગાંધીનગર, અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. ત્યારે ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઇ છે. તેમજ બનાસકાંઠા, સાબરકાંઠા, ખેડામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. પંચમહાલ, સુરત, તાપીમાં ગાજવીજ સાથે વરસાદ પડશે

 

ગુજરાતમાં વરસાદનો અન્ય એક રાઉન્ડ

ગુજરાતમાં વરસાદના વધુ એક રાઉન્ડની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. તેમના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં 15 જુલાઈથી ફરી વરસાદનો રાઉન્ડ આવશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, ગુજરાતમાં આગામી 15થી 23 જુલાઈ દરમિયાન વરસાદની સંભાવના છે. આ દરમિયાન રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદની શક્યતા છે. તેમણે કહ્યું છે કે, સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસશે.

 

રાજ્યમાં છેલ્લા 24 કલાકના વરસાદના આંકડા

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 193 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સાબરકાંઠાના ઈડરમાં સૌથી વધુ છ ઈંચ વરસાદ ખાબક્યો છે. નવ તાલુકામાં દોઢ ઈંચથી વધુ અને 21 તાલુકામાં એકથી વધુ વરસાદ પડ્યો છે. તથા તલોદમાં 5.5 ઇંચ, મોડાસામાં 5.5 ઇંચ સાથે લુણાવડામાં 5 ઇંચ, વિરપુરમાં 5 ઇંચ વરસાદ આવ્યો છે.

 

ગુજરાતમાં આજે સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી 62 તાલુકામાં વરસાદ

ગુજરાતના કેટલાક શહેરોમાં યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર

Comment / Reply From

You May Also Like

Newsletter

Subscribe to our mailing list to get the new updates!