Dark Mode
Image
  • Saturday, 04 May 2024

ચૂંટણીમાં વપરાતી શાહી ભારતમાં આ જગ્યાએ બને છે, 25 જેટલા દેશોને કંપની કરે છે શાહી સપ્લાય

ચૂંટણીમાં વપરાતી શાહી  ભારતમાં આ જગ્યાએ બને છે,  25 જેટલા દેશોને કંપની કરે છે શાહી સપ્લાય

જે રીતે ચૂંટણીમાં એક-એક મતની કિંમત હોય છે.. તેવી રીતે ચૂંટણીમાં વપરાતી અને દરેક મતદારની આંગળી પર લગાવવામાં આવતી શાહીનું પણ ખુબ મહત્વ રહેલું છે.. કારણ કે, શાહી મતદાન કર્યાની એક ઓળખ હોય છે.. જેને ભૂસાતા અનેક દિવસો લાગી જાય છે.. આ શાહીનો હેતુ એક જ વ્યક્તિ દ્વારા બે વાર મતદાન અથવા તો બોગસ મતદાન અટકાવવાનો છે.. 

 

આ શાહી કઇ જગ્યાએ બને છે ?

 

ચૂંટણીમાં વપરાતી આ અવિલોપ્ય શાહી આપણા દેશમાં માત્ર એક જ જગ્યાએ બને છે. આ જગ્યા છે મૈસુર .. મેસુરમાં મૈસુર પેઇન્ટ અને વાર્નિશ લીમીટેડ નામની સરકારી કંપની આવેલી છે. જે આ અવિલોપ્ય શાહી બનાવે છે. હાલના ડેટા પ્રમાણે આ લોકસભા ચૂંટણીમાં 26 લાખથી વધારે શાહીની બોટલનો વપરાશ થશે. 

 

આ કંપની 25 જેટલા અલગ અલગ દેશોમાં શાહી પુરી પાડે છે

 

આ કંપની માત્ર ભારતીય ચૂંટણી પૂરતા જ નહીં પરંતુ વિશ્વના 25 જેટલા અલગ અલગ દેશમાં શાહી પુરી પાડે છે. આ અવિલોપ્ય શાહીની વિશેષતા અંગે વાત કરીએ તો.. આ શાહીમાં એક સિલ્વર નાઇટ્રેટ નામનું કમ્પાઉન્ડ આવે છે, જે કોઈપણ અલ્ટ્રા વાયોલેટ લાઈટ અથવા સન લાઈટની સાથે રિએક્ટ કરે છે. આ અવિલોપ્ય શાહીની અસર બે થી ચાર અઠવાડિયા સુધી રહે છે. જેથી મતદાન બોગસ મતદાન કરવા જાય તો પકડાય જાય છે.. 

 

ચૂંટણી કામગીરીમાં 300 જેટલી સ્ટેશનરીની વસ્તુઓ ઉપયોગમાં લેવાય છે

 

આ શાહી સાથે ચૂંટણી કામગીરીમાં દોરા, રબર બેન્ડ, પેન, પેન્સિલ, પેપર, માચીસ, સ્ટેમ્પ, ઈન્ક પેડ, મીણબત્તી, મશીન સીલ કરવા ઉપયોગમાં લેવાતી લાખ સહિત નાની મોટી થઈને 300 જેટલી સ્ટેશનરીની વસ્તુઓ ઉપયોગમાં લેવાય છે. જેમાં આ શાહીની એક વિશેષ ખાસિયત અને મુખ્ય મહત્વ રહેલું છે જે તેને અન્ય વસ્તુ કરતા અલગ પાડે છે.

Comment / Reply From

Newsletter

Subscribe to our mailing list to get the new updates!