Dark Mode
Image
  • Saturday, 18 May 2024

આતંકવાદી નિજ્જરના હત્યારાનું લોરીશ બિશ્નોઈ સાથે કનેક્શન

આતંકવાદી નિજ્જરના હત્યારાનું લોરીશ બિશ્નોઈ સાથે કનેક્શન

બુલેટિન ઇન્ડિયા : કેનેડા પોલીસે ખાલિસ્તાની સમર્થક આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ત્રણ લોકોની ધરપકડ કરી છે. કેનેડા પોલીસે ત્રણ આરોપીઓની તસવીરો શેર કરી છે. આ સિવાય પોલીસે એ કારની તસવીર પણ શેર કરી છે જેનો ઉપયોગ આ આરોપીઓએ નિજ્જરની હત્યા કરતા પહેલા કર્યો હતો. હરદીપ સિંહ નિજ્જરની જૂન 2023માં સરેમાં ગુરુદ્વારા પાસે હુમલાખોરો દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. જસ્ટિન ટ્રુડો સરકારે નિજ્જરની હત્યા માટે ભારતીય એજન્સીઓને જવાબદાર ઠેરવી હતી. જોકે, ભારત સરકારે કેનેડાના દાવાઓને પાયાવિહોણા ગણાવ્યા હતા.

 

 

ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ કરણપ્રીત સિંહ અને કરણ બ્રાર તરીકે થઈ છે. તેઓ પંજાબ અને હરિયાણાના નાગરિકો હોવાનું કહેવાય છે તે બધા 2021માં અસ્થાયી અને વિદ્યાર્થી વિઝા પર કેનેડા આવ્યા હતા પરંતુ તેમાંથી કોઈએ ત્યાં અભ્યાસ માટે પ્રવેશ લીધો ન હતો. આ તમામ આરોપીઓ લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંબંધિત હોવાનું કહેવાય છે. ત્રણેયની ધરપકડ એડમોન્ટન, આલ્બર્ટામાં કરવામાં આવી હતી. કેનેડાના એક અખબારે કેનેડિયન પોલીસને ટાંકીને દાવો કર્યો છે કે ધરપકડ કરાયેલ આરોપી લોરેન્સ બિશ્નોઈ ગેંગના સંપર્કમાં હતો.

 

 

તમને જણાવી દઈએ કે ભારતની રાષ્ટ્રીય તપાસ એજન્સીએ 2020માં નિજ્જરને આતંકવાદી જાહેર કર્યો હતો. હરદીપ સિંહ નિજ્જરની જૂન 2023માં સરેમાં ગુરુદ્વારા પાસે હુમલાખોરો દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. જસ્ટિન ટ્રુડો સરકારે નિજ્જરની હત્યા માટે ભારતીય એજન્સીઓને જવાબદાર ઠેરવી હતી. જો કે, ભારત સરકારે કેનેડાના દાવાઓને પાયાવિહોણા ગણાવ્યા હતા, જુલાઈ 2022માં ભારતીય આતંકવાદ વિરોધી એજન્સીએ જલંધરમાં એક હિન્દુ પૂજારીની હત્યાના કેસમાં હરદીપ સિંહ નિજ્જર પર 10 લાખ રૂપિયાનું રોકડ ઈનામ જાહેર કર્યું હતું. આ સાથે જ નિજ્જર પર 2007માં પંજાબના એક સિનેમા હોલમાં બોમ્બ બ્લાસ્ટનો પણ આરોપ હતો.

 

Comment / Reply From

Newsletter

Subscribe to our mailing list to get the new updates!