Dark Mode
Image
  • Monday, 29 April 2024

શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર સાળંગપુરના ભીંતચિત્રોને લઈને વિવાદ વધુને વધુ ઉગ્ર બન્યો

શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર સાળંગપુરના ભીંતચિત્રોને લઈને વિવાદ વધુને વધુ ઉગ્ર બન્યો

શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર સાળંગપુરના ભીંતચિત્રોને લઈને વિવાદ વધુને વધુ ઉગ્ર બન્યો

 

 

શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર, બોટાદ, ગુજરાત 

                                કિંગ ઓફ સાળંગપુરના ભીંતચિત્રોએ વિવાદના બીજ રોપ્યા છે. સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે સ્થાપિત કરાયેલી કિંગ ઓફ સાળંગપુરની પ્રતિમાના ફાઉન્ડેશન ફરતે વિવિધ પ્રતિમાઓ કંડારવામાં આવી છે. જેમાં હનુમાનજી દાદાને સહજાનંદ સ્વામીના દાસ તરીકે ચિતરવામાં આવતાં વિવાદ ઉભો થયો છે.ઉલ્લેખનીય છે કે, મુદ્દો સામે આવ્યા બાદ કેટલાક હિંદુ સંગઠનોએ પણ આ ચિત્રો બદલ સ્વામિનારાયણ સંપ્રદાયનો વિરોધ કર્યો છે. અખિલ ભારતીય નવયુગ સંસ્થા, ગુજરાત હિંદુ યુવાવાહિની દ્વારા આ વિવાદિત ભીંતચિત્રો હટાવવાની માગ કરાઈ છે.

 

 

  • કિંગ ઓફ સાળંગપુરના ભીંતચિત્રોએ વિવાદના બીજ રોપ્યા
  • વિવાદિત ભીંતચિત્રો હટાવવાની માંગ કરાઈ
  • કેટલાક હિંદુ સંગઠનોએ ભીંતચિત્રોનો વિરોધ કર્યો

સાળંગપુર મંદિરમાં ભિંતચીત્રોને લઈ વિવાદ બાદ હવે એક મોટા સમાચાર સામે આવ્યા છે. સાળંગપુર મંદિર વિવાદ વચ્ચે મંદિર પરિસરમાં મંદિર ટ્રસ્ટે મીડિયાકર્મીઓના પ્રવેશ પર રોક લગાવી છે. આ તરફ સાળંગપુરમાં ભીંતચિત્રોને લઇ મોટા વિવાદને લઈ અનેક સાધુસંતો બાદ વિશ્વ હિન્દૂ પરિષદ મેદાને ઉતર્યું છે. આ બધાની વચ્ચે હવે સમાચાર સામે આવ્યા છે કે, અમદાવાદના મેમનગર સ્વામિનારાયણ ગુરુકુળમાં VHP અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો વચ્ચે મોટી બેઠક થઈ છે. જેને લઈ સાળંગપુર મંદિર વિવાદમાં જલ્દી જ સમાધાન થઈ શકે છે.

 

સાળંગપુર મંદિર વિવાદને લઈ વિશ્વ હિન્દૂ પરિષદના મહામંત્રી અશોક રાવલે નારાજગી વ્યક્ત કરી હતી. આ તરફ VHPના આગેવાનો ગઈકાલે રાત્રે વડતાલ સ્વામિનારાયણ મંદિરના સંતો સાથે બેઠક કરી હતી. મહત્વનું છે કે, અમદાવાદના મેમનગર સ્વામિનારાયણ ગુરુકુળમાં VHP અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો વચ્ચે મોટી બેઠકમાં વડતાલ સ્વામિનારાયણ મંદિરના મુખ્ય સંતો હાજર રહ્યા હતા. આ બેઠકમાં સંતોએ VHPને વિવાદનો ઝડપથી અંત લાવવાની ખાતરી હોવાનું સામે આવ્યું છે.

 

 

  • સાળંગપુર મંદિરમાં ભીંતચિત્રોનો વિવાદ
  • મંદિરમાં વિવાદ બાદ મીડિયા પર લગાવાયો પ્રતિબંધ
  • મંદિર ટ્રસ્ટે મીડિયાકર્મીઓના પ્રવેશ પર રોક લગાવી
  • મંદિર ટ્રસ્ટ હિંદુ સંગઠનોના આગેવાનો વચ્ચે બેઠક પૂર્ણ

 

સાળંગપુર મંદિરના ભીંતચિત્રોને લઈને વિવાદ વધુને વધુ ઉગ્ર બની રહ્યો છે. વિવિધ ધાર્મિક સંસ્થાઓ અને સાધુ-સંતો પણ મેદાનમાં આવી રહ્યા છે. ત્યારે હવે આ મામલે ભાજપના રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, સ્વામિનારાયણ સંપ્રદાયે પ્રતિમાઓ હટાવવી જોઈએ.

 

 

સાંસદ રામભાઈ મોકરિયાએ કહ્યું કે, હું મારુતિ નંદનનો ભક્ત છું, મારુતિ નંદન આપણા ભગવાન છે, તેમનું સન્માન જળવાવું જોઈએ. આ ચિત્રો વ્યાજબી નથી, તેને હટાવી નાખવા જોઈએ. સનાતમ ધર્મમાં અંદરોઅંદર વિવાદ થાય અને અન્ય લોકો રાજી થાય એવું ન થવું જોઈએ. તેમણે કહ્યું કે, હું પૂજારી છું, તો પૂજારી થઈને હું ભગવાનનું રૂપ ધારણ કરી લઉં એ વ્યાજબી નથી. મારે પૂજારી જ રહેવું જોઈએ. હું સ્વામિનારાયણ સંપ્રદાયને વિનંતી કરું છું કે તેઓએ આવા વિવાદથી દૂર રહેવું જોઈએ. સ્વામિનારાયણ સંપ્રદાયે મોટો વિવાદ થાય એ પહેલા પ્રતિમાને હટાવવી જોઈએ.

 

  • ભાજપના સાંસદ રામ મોકરિયાનું નિવેદન
  • સંપ્રદાયે પ્રતિમાઓ હટાવવી જોઈએ

Comment / Reply From

Newsletter

Subscribe to our mailing list to get the new updates!