Dark Mode
Image
  • Saturday, 27 April 2024

દક્ષિણ આફ્રિકા vs ભારત, 2જી ટેસ્ટ ડે: દક્ષિણ આફ્રિકા 55 રનમાં ઓલઆઉટ, ભારત સામે સૌથી ઓછો સ્કોર

દક્ષિણ આફ્રિકા vs ભારત, 2જી ટેસ્ટ ડે: દક્ષિણ આફ્રિકા 55 રનમાં ઓલઆઉટ, ભારત સામે સૌથી ઓછો સ્કોર

દક્ષિણ આફ્રિકા (SA) vs ભારત (IND), 2જી ટેસ્ટ દિવસ 1 અપડેટ્સ: દક્ષિણ આફ્રિકા ભારત સામેની ટેસ્ટમાં તેના સૌથી ઓછા સ્કોર - 55 રનમાં ઓલઆઉટ થઈ ગયું છે. મોહમ્મદ સિરાજે 6 વિકેટ લીધી હતી જ્યારે જસપ્રિત બુમરાહે 2 વિકેટ લીધી હતી.

 

બીજી ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં સાઉથ આફ્રિકા 55 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. ટીમ ભારત સામે પોતાના નાનામાં નાના સ્કોર પર આઉટ થઈ ગઈ હતી. કેપ ટાઉનના ન્યુલેન્ડ્સ સ્ટેડિયમમાં સાઉથ આફ્રિકા માત્ર 23.2 ઓવરની જ બેટીંગ કરી શક્યું હતુ. ભારત તરફથી ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે 6 વિકેટ ઝડપી હતી.

 

સાઉથ આફ્રિકા : કાયલ વેરીને 15 અને ડેવિડ બેડીધમે 12 રન કર્યા હતા. બાકીના બેટ્સમેનો 6 રનના સ્કોરને પણ પાર કરી શક્યા નહતા. ભારત તરફથી જસપ્રિત બુમરાહ અને મુકેશ કુમારને 2-2 વિકેટ મળી હતી.

 

ભારતના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે ટેસ્ટ ક્રિકેટમાં ત્રીજી પાંચ વિકેટ ઝડપીને દક્ષિણ આફ્રિકાના બોલિંગ ઓર્ડરને હંફાવી દીધો હતો. આ સ્પેલ સાથે તે દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટ મેચોમાં પાંચ વિકેટ ઝડપનારો માત્ર 10મો ભારતીય બોલર પણ બની ગયો હતો.

 

 

આ સ્પેલ સાથે મોહમ્મદ સિરાજ સાઉથ આફ્રિકામાં ટેસ્ટ મેચમાં છ વિકેટ ઝડપનારો માત્ર ચોથો ભારતીય બની ગયો છે. તેના સ્પેલની મદદથી ભારતે દક્ષિણ આફ્રિકાને પ્રથમ દાવમાં માત્ર 55 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું

 

બીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાએ રવિન્દ્ર જાડેજાને તક આપી હતી. જાડેજા પ્રથમ ટેસ્ટમાં ઈજાના કારણે રમી શક્યો નહતો. તેના સ્થાને રવિચંદ્રન અશ્વિનને તક મળી હતી પરંતુ તે બેટ અને બોલ બંનેથી પ્રભાવ પાડી શક્યો ન હતો. જાડેજા પ્રથમ ટેસ્ટ પુરી થયા બાદ જ ટીમ સાથે પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો હતો. ફિટનેસ સાબિત કર્યા બાદ તેને પ્લેઈંગ-11માં તક મળી હતી.

 

 

મુકેશ કુમાર માટે તક


ટીમ ઈન્ડિયાએ પ્લેઈંગ-11માં મુકેશ કુમારને પણ સામેલ કર્યો હતો. શાર્દુલ ઠાકુરની જગ્યાએ મુકેશને તક મળી હતી. શાર્દુલને પ્રથમ ટેસ્ટમાં ઈજા થઈ હતી. મુકેશે વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ પર ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું.

 

દક્ષિણ આફ્રિકાના પ્લેઇંગ-11માં ત્રણ ફેરફાર

 

સાઉથ આફ્રિકાનો નિયમિત કેપ્ટન ટેમ્બા બાવુમા ઈજાના કારણે બીજી ટેસ્ટ રમી શક્યો નહતો. તેના સ્થાને ટ્રીસ્ટન સ્ટબ્સને ટીમમાં તક મળી હતી. ફાસ્ટ બોલર ગેરાલ્ડ કૂત્ઝીને પણ ઈજા થઈ હતી, જેના સ્થાને પ્લેઈંગ-11માં તેના સ્થાને લુંગી એનગિડીને તક આપવામાં આવી હતી. કેશવ મહારાજ કીગન પીટરસનની જગ્યાએ આવ્યા છે.

 

Comment / Reply From

Newsletter

Subscribe to our mailing list to get the new updates!