Dark Mode
Image
  • Monday, 06 May 2024

‘મારી માતાના મંગળસુત્રનું દેશ માટે બલિદાન અપાયું’ પીએમ મોદીના મંગળસુત્રવાળા આક્ષેપોનો પ્રિયંકા ગાંધીએ આપ્યો જવાબ

‘મારી માતાના મંગળસુત્રનું દેશ માટે  બલિદાન અપાયું’ પીએમ મોદીના મંગળસુત્રવાળા આક્ષેપોનો પ્રિયંકા ગાંધીએ આપ્યો જવાબ

-- યુપીના અલીગઢ અને હાથરસમાં ચૂંટણી રેલીને સંબોધિત કરતાં પીએમ મોદીએ એવું કહ્યું હતું કે દેશની સંપત્તિને લૂંટવાનો પોતાનો જન્મસિદ્ધ અધિકાર માનનારી કોંગ્રેસની નજર હવે મહિલાઓના મંગળસૂત્ર પર છે :

 

 

-- મારી માના મંગળસુત્રનું બલિદાન દેશ માટે અપાયું :- પીએમ મોદીના આ પ્રહારના જવાબમાં બેંગાલુરુમાં રેલીને સંબોધતા પ્રિયંકા ગાંધીએ વળતો પ્રહાર કર્યો. તેમણે કહ્યું કે છેલ્લા 2 દિવસથી કહેવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ પાર્ટી તમારું મંગળસૂત્ર અને તમારું સોનું તમારી પાસેથી છીનવી લેવા માંગે છે. દેશને આઝાદ થયાને 70 વર્ષ થયા છે અને 55 વર્ષ સુધી કોંગ્રેસની સરકાર સત્તામાં હતી. કોઈએ તારું સોનું, મંગળસૂત્ર ઝૂંટવી લીધું? યુદ્ધ દરમિયાન ઈન્દિરા ગાંધીએ દેશને પોતાનું સોનું આપ્યું હતું. આ દેશ માટે મારી માતાના મંગળસૂત્ર બલિદાન આપવામાં આવ્યું.

 

 

-- કોંગ્રેસના મેનિફેસ્ટોને લઇને પીએમ મોદીએ પ્રહાર કર્યા હતા :- અગાઉ પીએમ મોદીએ તેમના આક્ષેપમાં કહ્યુ હતું કે કોંગ્રેસ અને ઈન્ડીયા ગઠબંધનની નજર હવે તમારી કમાણી અને તમારી સંપત્તિ પર છે. કોંગ્રેસના શહેજાદાનું કહેવું છે કે જો તેમની સરકાર આવશે તો કોણ કેટલું કમાય છે, કોની પાસે કેટલી સંપત્તિ છે, પૈસા છે, ઘર છે તેની તપાસ કરવામાં આવશે. એટલું જ નહીં, સરકાર આ મિલકતોનો કબજો લઈને દરેકને વહેંચશે. આ જ તેમનો મેનિફેસ્ટો કહી રહ્યો છે. આપણી માતાઓ અને બહેનો પાસે સોનું છે તેના પર તેમની નજર છે.. તેમની નજર મંગળસૂત્ર પર પણ છે.

 

 

-- દેશના સૌથી મોટા નેતાએ નૈતિકતાનો ત્યાગ કર્યો છેઃ પ્રિયંકા ગાંધી :- બેંગાલુરુમાં સભાને સંબોધતા પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે દેશના સૌથી મોટા નેતાએ નૈતિકતાનો ત્યાગ કર્યો છે, તે લોકોની સામે ઢોંગ કરે છે અને સત્યના માર્ગ પર ચાલતા નથી." તેમણે આરોપ લગાવ્યો કે વિપક્ષનો અવાજ દબાવીને, તેમના બેંક ખાતાઓને ફ્રીઝ કરીને અને બે મુખ્યમંત્રીઓને જેલમાં નાખીને વિપક્ષને નબળો પાડવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

Comment / Reply From

You May Also Like

Newsletter

Subscribe to our mailing list to get the new updates!