Dark Mode
Image
  • Thursday, 09 May 2024

મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા મિશન ઇન્દ્રધનુષ 5.0નો શુભારંભ કરવામાં આવ્યો

મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા મિશન ઇન્દ્રધનુષ 5.0નો શુભારંભ કરવામાં આવ્યો

મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા મિશન ઇન્દ્રધનુષ 5.0નો શુભારંભ કરવામાં આવ્યો

 

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આજે મિશન ઇન્દ્રધનુષ 5.0નો ગાંધીનગર ખાતેથી રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો હતો. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સમગ્ર રાજ્યમાં મિશન ઇન્દ્રધનુષના પાંચમા ભાગની શરૂઆત ગાંધીનગરના આરોગ્ય કેન્દ્રથી કરી હતી.


ગાંધીનગર ખાતેથી રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો

 

મિશન ઇન્દ્રધનુષ 5.0 નો શુભારંભ કરાવતા મંત્રીએ રાજ્યની સગર્ભાઓ તેમજ ૦-5 વર્ષના બાળકોના વાલીઓને આ રસીકરણ અભિયાનનો વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કર્યો હતો.મંત્રીએ દરેકને નિયમિતપણે રસી લેવાનું કહ્યું કારણ કે તે આપણને ખરેખર બીમાર થવાથી સુરક્ષિત રાખવામાં મદદ કરે છે.


રસીકરણ અભિયાનમાં લાભ લેવા કર્યો અનુરોધ

 

આ રસીકરણ અભિયાન હેઠળ ૦ થી 5 વર્ષ સુધીની વયના અંદાજીત 50,900 બાળકો અને 7,298 સગર્ભાઓનુ રસીકરણ કરાશે. મિશન ઇન્દ્રધનુષ 5.0 હેઠળ 7 થી 12 ઓગષ્ટ, 11 થી 16 સપ્ટેમ્બર અને 9 થી 14 ઓક્ટોબર દરમિયાન સઘન રસીકરણ ઝુંબેશ હાથ ધરવામાં આવનાર છે.

 

૦-5 વર્ષના બાળકોના વાલીઓને કર્યો અનુરોધ

 

આ સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમમાં સગર્ભાઓને ધનુર અને ડિપ્થેરિયા જ્યારે બાળકોને થતાં ઓરી, રુબેલા,ઝેરી કમળો, બાળ ટી.બી, પોલીયો, ડીપ્થેરીયા, ઊટાટિયુ, ધનુર, હીબબેક્ટેરિયાથી થતાં (ન્યૂમોનિયા અને મગજના તાવ) જેવા રોગ, ન્યૂમોકોકલથી થતાં ન્યુમોનિયા,રોટા વાયરસથી થતા ઝાડા, ઓરી અને રુબેલા જેવા 11 રોગો સામે રોગપ્રતિરોધક રસી આપવામાં આવે છે.

Comment / Reply From

Newsletter

Subscribe to our mailing list to get the new updates!