Dark Mode
Image
  • Thursday, 02 May 2024

ઇરાન-ઇઝરાયેલ યુદ્ધની શેર માર્કેટ પર અસર, સેન્સેક્સ અને નિફ્ટીમાં કડાકો

ઇરાન-ઇઝરાયેલ યુદ્ધની શેર માર્કેટ પર અસર, સેન્સેક્સ અને નિફ્ટીમાં કડાકો

ઇરાન-ઇઝરાયેલ યુદ્ધ હવે તેના નુકસાનને સપાટી પર લાવવા લાગ્યું છે... ઇઝરાયલે જવાબી કાર્યવાહી કરતા ઈરાન પર મિસાઈલથી હુમલો કરી દીધો છે, જેને કારણે મોટા પાયે યુદ્ધની સ્થિતિ સર્જાઈ ચુકી છે. ઈરાન સામે ઇઝરાયલની જવાબી કાર્યવાહીની અસર આજે શેરબજારમાં પણ જોવા મળી છે. Sensex અને Nifty માં જોરદાર કડાકો બોલાઇ ગયો છે. શરૂઆતી ટ્રેડિંગમાં જ શેરબજારમાં કડાકો થયો. સેન્સેક્સ આજે 489 પોઈન્ટ ઘટીને 71,999.65 પર ખુલ્યો અને લગભગ 600 પોઈન્ટ ઘટીને ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે નિફ્ટી 200થી વધુ પોઈન્ટ ઘટીને 21,788.25 પર ટ્રેડ કરી રહ્યો છે.

 

 

-- ટોચના 30 શેરોમાંથી માત્ર 2 શેરમાં તેજી :- BSE સેન્સેક્સના તમામ ટોચના 30 શેરોમાંથી, ITC અને Titanના શેરમાં તેજી જોવા મળી રહી છે., પરંતુ બાકીના 28 શેરોના ભાવ ઘટ્યા છે.. આઈફોસિસમાં લગભગ બે ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. આ સિવાય AXIS, L&T, Nestle જેવા શેર પણ 1.50 ટકાથી વધુ તૂટ્યા છે. જ્યારે NSEના 1800 શેર્સ ઘટાડા પર છે, જ્યારે 344માં તેજી જોવા મળી રહી છે.

 

 

-- બેંક નિફ્ટી 300 ટકા તૂટ્યું :- NSEના 2,214 શેરોમાંથી, 53 શેરમાં લોઅર સર્કિટ છે, જ્યારે 40માં અપર સર્કિટ છે. 15 સ્ટોક 52 સપ્તાહની નીચી સપાટીએ પહોંચી ગયા છે. બેંક નિફ્ટી આજે લગભગ 300 ટકા તૂટ્યું છે, જ્યારે મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં 150 પોઈન્ટ સુધીનો ઘટાડો થયો છે. આ સિવાય આજે નિફ્ટીના તમામ સેક્ટરમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. ઓટોથી લઈને આઈટી, હેલ્થકેર અને ઓઈલમાં 1 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે.

Comment / Reply From

You May Also Like

Newsletter

Subscribe to our mailing list to get the new updates!